મન કી બાત : વડાપ્રધાન મોદીએ કહ્યું- કોરોના સામેની લડાઈમાં આયુર્વેદથી મદદ મળી, હરિદ્વારાથી હોલિવુડ સુધી લોકો યોગ અપનાવી રહ્યાં છે

0
6

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકડાઉનની વચ્ચે ત્રીજી વખત મન કી બાતના કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે કહ્યું અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો છે, એવામાં હવે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે. બે ગજનું અંતર, માસ્ક પહેરવું તેમાં ઢીલ ચાલશે નહિ. આપણા દેશની વસ્તી ઘણા દેશો કરતા વધુ છે, આ કારણે પડકારો પણ વધુ છે, જોકે આપણા ત્યાં ઘણું ઓછું નુકસાન થયું છે. જે કઈ આપણે બચાવી શકયા છીએ તે સામુહિક પ્રયત્નોથી સફળ થયું છે. આ સમગ્ર પ્રોસેસ પીપલ ડ્રિવન છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી ‘મન કી બાત’માં 1 જૂનથી શરૂ થનારા’ અનલોક -1 ‘વિશે ચર્ચા કરશે. કોરોના મહામારીને કારણે હજી સુધી દેશમાં ચાર લોકડાઉન થયા છે. તેઓ લોકડાઉન દરમિયાન ત્રીજી વખત આ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કરવા જઇ રહ્યા છે. તેમણે અગાઉ 29 માર્ચ અને 26 એપ્રિલના રોજ ‘મન કી બાત’માં પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મોદીએ કહ્યું હતું- લોકડાઉનથી થતી મુશ્કેલી માટે હું માફી માંગું છું, સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો

  • મોદીએ 26મી એપ્રિલે ‘મન કી બાત’માં કહ્યું હતું કે,’ હું સામાન્ય રીતે મન કી બાતમાં ઘણા વિષયો લઈને આવું છું ‘. આજે કોરોના સંકટની ચર્ચા વિશ્વભરમાં થઈ છે. આ સ્થિતિમાં અન્ય વાતો કરવી યોગ્ય રહેશે નહીં. કેટલાક નિર્ણયો લેવા પડ્યા છે જેનાથી ગરીબોને મુશ્કેલી ઉભી થઈ છે. હું બધા લોકોની માફી માંગુ છું.
  • ‘હું તમારી બધી મુશ્કેલીઓ સમજું છું, પરંતુ કોરોના સામેની લડાઈમાં આના સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. આ કરવાનું કોઈને ગમતું નથી, પરંતુ હું તમારા પરિવારને સુરક્ષિત રાખવા માંગું છું. તેથી હું ફરીથી માફી માંગું છું’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here