આયુષ્માન ભારત : વડાપ્રધાન મોદીએ યોજનાના 1 કરોડમાં લાભાર્થી સાથે ફોન પર વાત કરી; મહિલાએ કહ્યું- આ સ્ક્રીમ દ્વારા તે ફ્રીમાં ઓપરેશન કરાવી શકી

0
0

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આયુષ્માન ભારત યોજનાના 1 કરોડમા લાભાર્થી પૂજા થાપા સાથે ફોન પર વાત કરી હતી. મેઘાલયની રહેવાસી પૂજાએ આયુષ્માન ભારત યોજના શરૂ કરવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સ્કીમથી તે ફ્રીમાં ઓપરેશન કરાવી શકી છે. મોદીએ પણ પૂજાના ઝડપથી સાજા થઈ જવાની કામના કરી અને તેમની પાસેથી સ્કીમ વિશેનો ફીડબેક લીધો હતો.

આયુષ્માન ભારતથી 1 કરોડ લોકોને ફાયદોઃ મોદી

વડાપ્રધાને ગરીબોની મદદ માટે આયુષ્માન ભારત યોજના લાગૂ કરવામાં ડોક્ટર, નર્સ અને સ્કીમ સાથે જોડાયેલા લોકોના કામની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, દરેકના પ્રયાસથી આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બની ગઈ છે. જેમાં લાભાર્થીઓની સંખ્યા 1 કરોડ સુધી પહોંચી ગઈ છે, આ વાત આપણા માટે ગર્વ કરવા જેવી છે. આ યોજના દ્વારા બે વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા ગરીબ લોકોનું જીવન સારુ થયું છે.

બીજા રાજ્યોમાં કામ કરતા લોકો માટે સારવાર સરળ થઈ

વડાપ્રધાને કહ્યું કે પોર્ટિબિલિટીની સુવિધા થવાથી આ યોજનાનો ઘણો ફાયદો થયો છે. આ યોજના સાથે જોડાયેલા લોકો ગમે ત્યાં સસ્તી અને સારી સુવિધા લઈ શકે છે. આ યોજનાથી એ લોકોને ફાયદો થયો જે બીજા રાજ્યોમાં કામ કરે છે અથવા જ્યા રજિસ્ટ્રેશન કરાવ્યું છે ત્યાંથી બીજી જગ્યાએ જવું પડે છે.

વડાપ્રધાને કહ્યું, તેઓ દેશમાં જ્યાં પણ મુલાકાત માટે જાય છે ત્યાં આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે વાત કરે છે. અત્યારે કોરોના સંક્રમણના કારણે તેમનું ક્યાંયે મુલાકાતે જવુ શક્ય નથી તેથી તેઓ લાભાર્થીઓ સાથે ફોન પર વાત કરી રહ્યા છે.

આયુષ્માન ભારત યોજનામાં કોરોના ટેસ્ટ અને સારવાર પણ સામેલ

આયુષ્માન ભારત યોજના ગરીબો માટે શરૂ કરવામાં આવેલી સ્વાસ્થય વીમા યોજના છે. તેમાં દર પરિવારને વાર્ષિક રૂ. 5 લાખ સુધીનો ઈન્સ્યોરન્સ મળે છે. સરકારે થોડા દિવસ પહેલાં આ યોજનાની મર્યાદામાં વધારો કર્યો છે. હવે પ્રાઈવેટ લેબ્સ અને હોસ્પિટલમાં થતાં કોરોના ટેસ્ટ, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવશે. એટલે કે આ યોજનાના લાભાર્થીનો કોરોના ટેસ્ટ અને સારવાર ફ્રીમાં થશે. આ યોજનાથી અંદાજે 50 કરોડ લોકોને ફાયદો થવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here