Thursday, April 18, 2024
Homeવડાપ્રધાન મોદી શનિવારે ગિરનાર રોપ-વે, યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કૃષિ કલ્યાણના...
Array

વડાપ્રધાન મોદી શનિવારે ગિરનાર રોપ-વે, યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિજિટલી ભેટ આપશે

- Advertisement -

વડાપ્રધાન મોદી શનિવાર 24મી ઓકટોબરે ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિજિટલ માધ્યમથી ભેટ અર્પણ કરશે. તેઓ શનિવારે સવારે 10.30 કલાકે નવી દિલ્હીથી વિડિયો લિંક દ્વારા ગુજરાતના આ ત્રણ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્રના જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદથી આ ઇ-લોકાર્પણમાં સહભાગી થશે.

યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને સુસજ્જ બનાવાઈ

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને 470 કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપતી આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાનાં બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બીમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સઘન સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઊભી કરાઇ છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના છે.

રોપ વેમાં દર કલાકે 800 જેટલા યાત્રિકો અવરજવર કરી શકશે

આ ઉપરાંત ઐતિહાસિક તીર્થ નગરી જૂનાગઢના ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની ટૂક-અંબાજીધામ જવા-આવવા માટેના રોપ-વેનો પણ લોકાર્પણ કરવાના છે. એશિયાના સૌથી લાંબા 2.3 કિ.મી. લંબાઇ ધરાવતા તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુક્ત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયાં ચડ્યાં વિના ગિરનારની ટોચે પહોંચી શકશે. પ્રત્યેક ટ્રોલી કેબિનમાં 8 વ્યક્તિની ક્ષમતા ધરાવતી કુલ 25 ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ 800 જેટલા યાત્રિકો અવરજવર કરી શકશે. ગુજરાતની વિશ્વખ્યાતિ સમા એશિયાટિક લાયન જોવા માટે આવતા લાખ્ખો પર્યટકો માટે પણ આ રોપ-વે એક નવું પ્રવાસન નજરાણું બનશે. રોપ-વે દ્વારા ગિરનારના જંગલને ઊંચાઇએથી જોવાનો અનેરો આહલાદ લહાવો પર્યાવરણપ્રેમીઓને મળશે જેના પરિણામે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.

ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળશે

વડાપ્રધાન મોદી રાજ્યના ધરતીપુત્રોને સિંચાઇ-ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કાનો પણ શનિવારે વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે. રાજ્યના દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથનાં 1570 ગામોના ધરતીપુત્રોને પ્રથમ તબક્કે આ કિસાન સૂર્યોદય યોજના તળે આવરી લેવાશે. કિસાન સૂર્યોદય યોજના ” હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમિયાન વીજપુરવઠા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2022 અંતમાં 175 ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે, જેમાં 100 ગીગાવોટ (1લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા 75 ગીગાવોટ (75 હજાર મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular