Monday, December 5, 2022
Homeગાંધીનગર દહેગામ : વડાપ્રધાન મોદી પ્રચાર માટે આજરોજ સભા ગજવશે

દહેગામ : વડાપ્રધાન મોદી પ્રચાર માટે આજરોજ સભા ગજવશે

- Advertisement -

વડાપ્રધાન મોદી પ્રચાર માટે આજરોજ સભા ગજવશે
પી.એમ. મોદી પ્રચાર માટે આજરોજ સભા ગજવશે
પી.એમ. મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ કરાઈ શરૂ

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોની ચૂંટણી પ્રચાર અર્થે પી.એમ નરેન્દ્ર મોદી ગાંધીનગર જીલ્લાના દહેગામ રોડ પર રાજભવન હિલ્સ પાસેના મેદાનમાં આજરોજ બપોરે 1 વાગે સભા સંબોધન કરવાના છે. જેથી વડાપ્રધાનના આગમનને લઈ દહેગામ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોના ઉમેદવારોના ચૂંટણી પ્રચારની જાહેર સભા સંબોધવાના છે. જેને લઇ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર દ્વારા આવવાના હોવાથી સભા સ્થળથી થોડેક જ દૂર આવેલા એક મેદાનમાં હેલિપેડ પણ બનાવી તૈયાર કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈ હેલિપેડ સહિત સભા સ્થળના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇજી તેમજ એસપીજી ની ટીમે પણ સભા સ્થળ તેમજ હેલિપેડની મુલાકાત લઈ તેની સમીક્ષા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular