વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા, ગલવાનમાં ભારત-ચીન વચ્ચેની હિંસક અથડામણ પછી પ્રથમ મુલાકાત

0
4

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે છે. અગાઉ આ અંગેની માહિતી ન હતી. જોકે આજે અચાનક જ મોદી લેહ પહોંચ્યા હોવાના સામાચાર આવ્યા છે.

Prime Minister Narendra Modi arrives in Leh

તણાવ ઓછો કરવા માટે ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે વાતચીત પણ થઈ રહી છે. 30 જૂને લેફ્ટિનન્ટ જનરલ લેવલની ત્રીજી મીટિંગ થઈ હતી. તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે વિવાદિત વિસ્તારોમાંથી સૌનિકોને હટાવવામાં આવે.

ભારત અને ચીનની વચ્ચે મેથી બોર્ડર પર શરૂ થયેલો તણાવ હજી બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ બધાની વચ્ચે આજે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) બિપિન રાવત લેહની મુલાકાત છે. અહીં બિપિન રાવત સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેઓ ઘાયલ જવાનોને પણ મળશે.