વિદેશ નીતિ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મામલે મદદ માગી, મધ્યસ્થી માટે તૈયાર: ટ્રમ્પ

0
13

વોશિંગ્ટન: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. અહીં આ બંનેની પ્રથમ મુલાકાત છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કહી છે. એટલું જ નહીં ટ્રમ્પે કહ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને કહ્યું હતું કે કાશ્મીર વિવાદ ઉકેલવા માટે તેઓ મદદ કરે અને મધ્યસ્થતા કરશે તો તેમને આનંદ થશે. આ બેઠક દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશી પણ હાજર રહ્યાં હતાં. ઇમરાને કહ્યું કે ટ્રમ્પ મદદ કરે તો તે સારી વાત છે. જો કે ભારતનાં વિદેશ વિભાગે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો.

કોંગ્રેસના નેતા શશિ થરુરે વિરોધ કર્યો

દરમિયાનમાં ટ્રમ્પના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા શશિ થરુરે વિરોધ કરતાં કહ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી મદદ માગી હોય તો આ શરમજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સંસદ ચાલતી હોવાથી મંગળવારે આ મુદ્દો ગરમાશે તેમ મનાઈ રહ્યું છે.

ઇમરાનના નેતૃત્વ અંગે સવાલ

ઇમરાન ખાન અને ટ્રમ્પની મુલાકાત દરમિયાન ખાન સાથે પાક. સેના પ્રમુખ કમર જાવેદ બાજવા અને આઇએસઆઇ પ્રમુખ લેફ. જનરલ ફૈઝ હમીદ પણ હાજર હતા. જેના કારણે ઇમરાનના નેતૃત્વ અંગે સવાલ ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે ઇમરાને ચૂંટણી જીતી ત્યારે પાક. વિપક્ષ સહિત ઘણા એવો આરોપ કર્યો હતો કે પાક.માં ઇમરાન નહીં સેના અને આઇએસઆઇ સરકાર ચલાવશે.

ટ્રમ્પે કરેલા દાવા અંગે અનેક પ્રકારની શંકા-કુશંકા

દરમિયાનમાં આશ્ચર્યની વાત એ છે કે વ્હાઈટ હાઉસ દ્વારા ઇમરાન અને ટ્રમ્પની મુલાકાત પછી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં કાશ્મીર મુદ્દાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. આથી ટ્રમ્પે કરેલા દાવા અંગે અનેક પ્રકારની શંકા-કુશંકા સેવાઈ રહી છે.

ટ્રમ્પના નિવેદન બાદ કોંગ્રેસે મોદી પાસે ખુલાસો માંગ્યો

ભારત હંમેશા કાશ્મીર સહિતના મુદ્દે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય મંત્રણાની તરફેણ જ કરી છે અને કોઇ પણ પ્રકારની મધ્યસ્થાને નકારી કાઢી છે. પરંતુ સોમવારના ટ્રમ્પના કહેવાતા નિવદેન પછી ભારતમાં રાજકારણ ગરમાયું હતું. જમ્મુ-કાશ્મીરના માજી મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યો. તેમણે લખ્યું કે ‘શું ભારત સરકાર ટ્રમ્પને જુઠા કહેશે કે પછી નીતિમાં બિન જાહેર ફેરફાર થઇ ગયો છે અને તે કાશઅમીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે તૈયાર થઇ ગઇ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here