વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખડગપુરમાં રેલી યોજી

0
3

પશ્ચિમ બંગાળની વિધાનસભા માટે ચૂંટણી મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે એવામાં દરેક પાર્ટીઓ જોર શોરથી રેલીઓ અને જનસભાઓ યોજી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ખડગપુરમાં રેલી યોજી તેમણે મમતા બેનર્જી અને તેમની પાર્ટી સહિત લેફ્ટ અને કોંગ્રેસને આડે હાથ લીધી અને કહ્યું કે, ભાજપ અહીં 70 વર્ષોની બર્બાદી મિટાવવા આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ અહીં ભાજપ બંગાળની પાર્ટી છે એ નેરેટિવ બેસાડવાની કોશિશ કરી કહ્યું કે, જનસંઘના જનક આ બંગાળના સપુત હતા. તેથી જો સાચા અર્થમાં કોઈ બંગાળની પાર્ટી છે તો તે ભાજપ છે. ભાજપના ડીએનએમાં આશુતોષ મુખર્જી અને શ્યામા પ્રસાદ મુખર્જીના આચાર-વિચાર, વ્યવહાર અને સંસ્કાર છે.

તેમણે કહ્યું, સેવાની તક આપીને જુઓ અમે કેવી રીતે ઓશોલ પોરિબોર્તન લાવીને દેખાડીએ છીએ. તમારા જીવનની એક-એક મુશ્કેલીઓને દુર કરવા માટે અમે બધા દિવસ-રાત મહેનત કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here