Friday, March 29, 2024
Homeવડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંકુરા પહોંચ્યા, જ્યાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી
Array

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંકુરા પહોંચ્યા, જ્યાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં થોડાં દિવસમાં જ પહેલા તબક્કાનું મતદાન થશે. આ પહેલાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંકુરા પહોંચ્યા, જ્યાં તેઓએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન PM મોદીએ મમતા સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ સભાને સંબોધિત કરતા કહ્યું કે દીદી ભ્રષ્ટાચાર ખેલા ચાલબે ના ચાલબે ના સિન્ડિકેટ ખેલા ચાલબે ના, કટમની ખેલા ચાલબે ના.

તેમણે વધુમાં કહ્યું હતું કે મને ગર્વ છે કે મારી પાસે દિલીપ ઘોષ જેવા અધ્યક્ષ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ પાર્ટીને જિતાડવા માટે આરામથી ઊંઘી શક્યા નથી, ન તો દીદીથી ડર્યા છે. તેઓ બંગાળના ઉજ્જવળ ભવિષ્યને લઈને આગળ વધી રહ્યા છે. એટલા માટે હું કહી રહ્યો છું કે આ વખતે ભાજપ સરકાર બનશે. આ સાથે જ PM મોદીએ દીદી પર નિશાન સાધતાં વધુમાં કહ્યું કે, તમે મારા માથાને ફુટબોલ સમજીને લાત મારી શકો છે, પરંતુ હું બંગાળના સપનાંને લાત મારવા નહીં દઉં.

દીદી હું તમને બંગાળના સપનાંને લાત નહીં મારવા દઉં

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમને ઈચ્છો તો મારા માથા પર પગ રાખી શકો છો, મને લાત મારી શકો છે. પરંતુ દીદી મારી બીજી વખત પણ કાન ખોલીને સાંભળી લો. હું તમને હવે બંગાળના વિકાસને લાત નહીં મારવા દઉં. હું તમને બંગાળના સપનાંઓને લાત નહીં મારવા દઉં.

દીદી તમે બંગાળના સંસ્કાર અને પરંપરાનું અપમાન કરી રહ્યાં છો

બંગાળમાં દીદીના લોકો દીવાલ પર તસવીર બનાવી રહ્યાં છે. તસવીરમાં દીદી મારા માથા પર પોતાનો પગ મારી રહી છે. મારા માથા સાથે ફુટબોલ ખેલી રહી છે. તમે બંગાળના સંસ્કાર અને અહીંની મહાન પરંપરાનું અપમાન કેમ કરી રહ્યાં છો દીદી? આ બંગાળ તો દેશને દિશા દેખાડનારું છે.

અમે સેંકડો-કરોડો રૂપિયા બંગાળ સરકારને આપ્યા

કેન્દ્ર સરકાર ઘરે ઘરે જળ પહોંચાડવા માટેનું અભિયાન ચલાવી રહ્યું છે. અમે સેંકડો-કરોડો રૂપિયા બંગાળ સરકારને આપ્યા છે. પરંતુ અહીંની બહેન-દીકરીઓ બુંદ બુંદ પાણી માટે પરેશાન છે. નળ કયાં છે દીદી? જળ કયાં છે દીદી? અહીં ખેતરોમાં પાણી કેમ નથી દીદી?

TMCનો મંત્ર છે જ્યાં સ્કીમ, ત્યાં સ્કેમ

સ્કીમ કોઈ પણ સરકારની હોય, ગમે તે સરકારે લાગુ કરી હોય પરંતુ TMC સ્કેમ માટે કોઈને કોઈ રીત શોધી જ લે છે. TMCનો મંત્ર જ છે કે જ્યાં સ્કીમ, ત્યાં સ્કેમ. PM મોદીએ કહ્યું કે તમારે ડબલ એન્જિનની સરકારના રસ્તે આવતી દરેક અડચણોને હટાવીને ચાલવાનું છે. ભાજપ સ્કીમ પર ચાલે છે. TMC સ્કેમ પર ચાલે છે.

લોકસભાની ચૂંટણીમાં સફળતાથી ભાજપ ઉત્સાહિત

બંગાળમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 2 બેઠક જીતી હતી. મતશેર 17%થી વધુ રહ્યો હતો. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં એ માત્ર 3 બેઠક જીતી શક્યું હતું, જ્યારે મતનો હિસ્સો 10% રહ્યો. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 18 બેઠક જીતવામાં સફળ રહ્યો અને મતોનો હિસ્સો 40.64% સુધી પહોંચ્યો.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં આ વખતે 8 તબક્કામાં મતદાન થશે. 294 બેઠકવાળી વિધાનસભા માટે મતદાન 27 માર્ચ (30 બેઠક), 1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ (31 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક), 22 એપ્રિલ (43 બેઠક), 26 એપ્રિલ (36 બેઠક), 29 એપ્રિલ (35 બેઠક) યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular