વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદઘાટન.

0
0

અમદાવાદ શહેરમાં મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ આકાર લઇ રહ્યું છે. અનેક સુવિધાઓથી સજ્જ મોટેરા સ્ટેડિયમનું કામ લગભગ અંતિમ તબક્કામાં છે. આગામી ઓક્ટોબર અથવા નવેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરી શકે છે. લોડ્સ સ્ટેડિયમને પણ ટક્કર માટે તેવું મોટેરા સ્ટેડિયમનું નિર્માણ થઇ રહ્યું છે. હજારો પ્રેક્ષકો બેસી શકે તેટલી કેપેસીટી ઘરાવતું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હશે. આ ઉપરાંત ક્રિકેટરો માટે તમામ પ્રકારની સુવિધા સ્ટેડિયમમાં જ હશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મોટેરા સ્ટેડિયમ માત્ર ગુજરાત નું જ નહિ, ભારતના રમતગમત ક્ષેત્રની શોભા વધારશે. માત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાની નહિ પણ રાષ્ટ્રીય કક્ષાની પણ મેચો રમાશે જેના કારણે ક્રિકેટને ખુબ જ પ્રોત્સાહન મળશે. મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ થતા આંતરરાષ્ટ્રીય મેચો જોવાનો ગુજરાતીઓને વધુ લાભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here