વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ, કેજરીવાલે માંગ્યા વધુ 1000 ICU બેડ.

0
7

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઠ રાજ્યના મુખ્યમંત્રીઓની વચ્ચે થનારી બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા છે. સૌથી પહેલા અમિત શાહ પોતાની વાત રજૂ કરશે. પછીથી બધાં રાજ્યોના મુખ્યમંત્રીઓ વાત કરશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થશે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ 1000 ICU બેડ્સની માંગ કરી છે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યોને સતર્કતા રાખવા માટે કહ્યું છે.

દેશમાં કોરોના વાઈરસના મામલાઓમાં એક વખત ફરી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બેઠકની અધ્યક્ષતા કરશે. એમાં મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વિડિયો-કોન્ફરન્સિંગથી સીધી વાતચીત કરશે. આમાં કેટલાંક રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે. આ સિવાય તમામ રાજ્યોની સાથે કોરોના વેક્સિનના વિતરણની નીતિ પર વાત થશે. છેલ્લા થોડા દિવસોમાં વેક્સિનને લઈને વિશ્વમાં પોઝિટિવ સમાચારો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રથમ બેઠકમાં કુલ આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ જોડાશે, જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here