વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ IAS એ.કે. શર્મા નિવૃત્ત : યુપીમાં ડેપ્યુટી CM બનાવાશે.

0
3

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અને 1988 બેન્ચના IAS એ.કે.શર્માએ કરિયરની કરવટને બદલી છે. તેમણે તેમના દિલ્હીના સેક્રટરી તરીકેના ડેપ્યુટેશન પરથી સોમવારે જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી છે. હવે તેઓ ઉત્તરપ્રદેશમાં રાજકારણમાં જોડાશે તેવું રાજકીય સૂત્રોનું કહેવું છે. તેઓ ઉત્તરપ્રદેશ ભાજપના નેતા થશે અને ત્યાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શકયતા ટોચના સૂત્રોએ વ્યકત કરી છે. જોકે હાલના તબક્કે પ્રાથમિક જાણકારી પ્રમાણે શર્મા વડાપ્રધાન મોદીની ગુડબુકમાં હોવાથી તેમને ચોક્કસ મિશન સાથે જ રાજકારણમાં ઉતારવામાં આવે છે.

2 વર્ષ વહેલા નિવૃત્તિ જાહેર કરી દીધી

એ.કે. શર્મા ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. આ પછી મોદી પીએમ થતા તેમને દિલ્હી લઇ ગયા હતા. દિલ્હીમાં ફરજ બજાવ્યા પછી હજુ નોકરીના 2 વર્ષ બાકી હોવા છતા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ સોમવારે જાહેર કરી છે. તેમની નિવૃત્તિ સાથે જ ગુજરાત સહિત દેશભરના આઇએએસ-આઇપીએસ લોબીમાં ચર્ચાનું કેન્દ્ર તેઓ બની ગયા છે. જો કે, આ મુદ્દે ભાજપના સુત્રોનું એવું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં બે બે નાયબ મુખ્યમંત્રી છે, આમ છતા હજુ જોઇએ તેવું પરિણામ મળતું ન હોવાનું કેન્દ્રિય મોવડી મંડળનું માનવું છે.આથી ચોક્કસ મિશન સાથે એ.કે.શર્માને ઉત્તર પ્રદેશની રાજનિતીમાં ઉતારવામાં આવશે. હાલમાં પ્રાથમિક તબક્કે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શકયતા છે. શર્મા મૂળરૂપે ઉત્તર પ્રદેશના મઉના કાજાખુર્દના રહેવાસી છે. ઉત્તર પ્રદેશમાં બે નાયબ મુખ્યમંત્રી છે,

ભાજપ એકને હટાવશે કે ત્રીજા ડેપ્યુટી બનાવશે ?

યુપીમાં કેશવ પ્રસાદ મોર્ય અને ર્ડા. દિનેશ શર્મા એમ બે નાયબ મુખ્યમંત્રી છે અને બંન્ને ભાજપના જ છે. આમછતા એે.કે.શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવશે તેવું ટોચના સુત્રોનું કહેવું છે. હવે એ.કે.શર્માને ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવશે કે પછી હાલમાં જે 2 નાયબ મુખ્યમંત્રી છે તેમાંથી એકને હટાવશે કે શું કરશે તે પ્રશ્નનો જવાબ ભાજપના નેતાઓ પણ શોધી રહ્યા છે.