કોરોના : ભારત પર શાસન કરનાર બ્રિટન હાલ ભારતીય મૂળના નેતાઓના શાસન હેઠળ, વડાપ્રધાન, રાણી ક્વોરેન્ટાઈનમાં.

0
12

નેશનલ ડેસ્કઃ કોરોનાની મહામારી ઈતિહાસનું ચક્ર ગોળ ઘૂમાવવામાં પણ નિમિત્ત બની રહી હોય એવી સ્થિતિ હાલ બ્રિટનમાં સર્જાઈ છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેઓ હાલ ક્વોરેન્ટાઈનમાં છે. જેમના નામે બ્રિટનનું શાસન સંસદ દ્વારા ચાલે છે એ મહારાણી એલિઝાબેથ પણ હાલ સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં છે. એ સંજોગોમાં સમગ્ર બ્રિટનનો વહીવટ ફાયનાન્સ મિનિસ્ટર ઋષિ સુનાક અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના હાથમાં છે. એ જોતાં કહી શકાય કે 200 વર્ષ સુધી ભારત પર રાજ કરનાર બ્રિટન પર હાલ મૂળ ભારતીય વંશનું શાસન છે.

1620 સુધી થોમસ રો, 2020માં કોરોના

બ્રિટિશ તાજના પ્રતિનિધિ તરીકે પાર્લામેન્ટેરેયિન થોમસ રોને ઈસ. 1615માં ભારત મોકલવામાં આવ્યો હતો. 5 વર્ષ સુધી જહાંગીરના દરબારમાં હાજરી આપીને એ જ્યારે બ્રિટન પાછો ફર્યો ત્યારે સુરત અને ખંભાતમાં કોઠી (ફેક્ટરી) ખોલવાનો તેમજ વેપાર કરવાનો પરવાનો મેળવી ચૂક્યો હતો. ભારતમાં અંગ્રેજી શાસનનો એ સાથે પાયો નંખાયો હતો. એ ઘટનાના બરાબર 500 વર્ષ પછી હવે બ્રિટનનું શાસન ભારતીય મૂળના લોકોના હાથમાં આવ્યું છે તેને નિયતિનું અટ્ટહાસ્ય જ ગણવું પડે.

તમામ ચાવીરૂપ નેતાઓ ક્વોરેન્ટાઈનમાં

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન કોરોનાગ્રસ્ત જાહેર થયા પછી સંસદના અધ્યક્ષે પણ પોતાને સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં મૂકી દીધા છે. આથી સંસદની અધ્યક્ષતા અસ્થાયી સ્વરૂપે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને સોંપાઈ છે. પ્રીતિ પટેલ હાલ મંત્રીમંડળના સંયોજક તરીકેની જવાબદારી પણ સંભાળે છે. પ્રધાનમંડળમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નાણાંમંત્રી ઋષિ સુનક હાલ બોરિસ જ્હોન્સનની ગેરહાજરીમાં પ્રધાનમંડળની અધ્યક્ષતા કરી રહ્યા છે. જેમના નામે બ્રિટનનું શાસન ચાલે છે એ ક્વિન એલિઝાબેથ પણ હાલ સતર્કતા ખાતર સેલ્ફ ક્વોરેન્ટાઈન હેઠળ છે. એ જોતાં સમગ્ર બ્રિટિશ શાસનમાં ભારતીય મૂળના બે નેતાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here