અર્થવ્યવસ્થા : વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય આશિમા ગોયલે બજેટને નિરાશાજનક ગણાવ્યું

0
12

મુંબઈઃ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક(પાર્ટ-ટાઈમ) સભ્ય આશિમા ગોયલે આમ બજેટને નિરાશાજનક અને દૂરદર્શિતાની કમીવાળું ગણાવ્યું છે. ગોયલનું કહેવું છે કે નાણાં મંત્રીના ત્રણ કલાકના બજેટ ભાષણમાં સ્લોડાઉન શબ્દનો ઉલ્લેખ ન હોવો તે ચોંકાવનારી વાત છે. જોકે ગોયલે ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યમાં ઢીલ આપવા અને આયકરને સરળ બનાવવાના ઉપાયને સકારાત્મક ગણાવ્યા. તેમણે રવિવારે એક કાર્યક્રમમાં આમ કહ્યું હતું.

સ્લોડાઉન શબ્દને લઈને સીતારમણ મુંઝવણમાં હતાઃ ગોયલ

ગોયલે કહ્યું- એ અંગે કોઈ વાત થઈ નથી કે આ વખતે બજેટ સ્લોડાઉનમાંથી ઉગરવા માટે કઈ રીતે મદદગાર સાબિત થશે. બજેટ બનાવવાની પ્રક્રિયા દરમિયાન સ્લોડાઉન શબ્દના ઉપયોગને લઈને સીતારમણ મૂંઝવણમાં હતા, કારણ કે તેનાથી કોઈ નારાજ થાય તેવી શકયતા હતી. જોકે નાણાં મંત્રી સંતુલન બનાવવામાં સફળ રહ્યાં.

સબસિડી મોડલ પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત

ગોયલે બજેટના લક્ષ્યોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રેવન્યુના લક્ષ્યમાં વધારો ખૂબ જ વધારે છે. સાથે જ સબસિડીના મોડલ પર પણ ફરીથી વિચાર કરવાની જરૂરિયાત જણાવી. તેમણે ખાદ્ય સબસિડી પર ભાર આપતા કહ્યું કે લોકોના વપરાશની આદતો બદલાઈ ચૂકી છે.

ઘરેલું, વૈશ્વિક કારણોથી જીડીપી ગ્રોથમાં ઘટાડો

ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં જીડીપી ગ્રોથ 5 ટકા રહેવાનું અનુમાન છે. તે 11 વર્ષમાં સૌથી ઓછો હશે. ઘરેલું વપરાશમાં ઘટાડો અને વૈશ્વિક કારણોના પગલે ગ્રોથમાં ઘટાડો આવી રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકીમાં જીડીપી ગ્રોથ માત્ર 4.5 ટકા રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here