99 વર્ષીય પ્રિન્સ ફિલિપને ‘કિંગ એડવર્ડને સેન્ટ બાર્થોલોમ્યૂ’ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

0
3

બકિંધમ પેલેસે કહ્યું છે કે પ્રિન્સ ફિલિપનો કોઈ સંક્રમણની સારવાર માટે લંડનની એક અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પેલેસે જણાવ્યું છે કે ક્વીન એલિઝાબેથ બીજાના પતિ 99 વર્ષીય ફિલિપને કિંગ એડવર્ડને સેન્ટ બાર્થોલોમ્યૂ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કોઈ અજ્ઞાત સંક્રમણના ઉપચારની સાથે તેમના હાર્ટની તપાસ કરવામાં આવશે અને તેમને નિરક્ષણમાં રાખવામાં આવશે. આ બીમારી કોરોનાવાઈરસ સાથે સંબધિત નથી. રાજપરિવારના અધિકારીઓએ આ બાબતને ચેતવણીના ભાગરૂપે લીધેલુ એક પગલુ ગણાવ્યું હતું.

પેલેસે કહ્યું કે પ્રિન્સ ફિલિપની સ્થિતિ સારી છે અને તેમને સારવારની અસર થઈ રહી છે. જોકે સપ્તાહના અંત સુધી તેઓ હોસ્પિટલમાં રહે તેવી શકયતા છે. ફિલિપના બીમાર પડ્યા પછી ગત મહિને કિંગ એડવર્ડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોરોનાના કારણે બ્રિટનમાં અત્યાર સુધીમાં 122,953 લોકોએ જીવ ગુમાવ્યો

www.worldometers.info/coronavirus/country/uk/ના ડેટા મુજબ બ્રિટનમાં તા.2 માર્ચના રોજ 4,182,009 કેસ પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે 122,953 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 2,959,884 લોકો સાજા થયા છે.

બ્રિટન પહોંચ્યો બ્રાઝીલ વાળો કોરોના વેરિઅન્ટ

બ્રાઝીલમાંથી મળેલા કોરોનાના નવા સ્ટ્રેનના મામલા હવે બ્રિટનમાં મળવા લાગ્યા છે. રવિવારે અહીં કોરોનાના આ વેરિઅન્ટના 6 મામલાઓ પ્રકાશમાં આવ્યા પછી હેલ્થ ઓથોરિટી હરકતમાં આવી ગઈ છે. તેમાંથી 3 મામલા ઈંગલેન્ડ અને 3 મામલા સ્કોટલેન્ડમાં મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here