હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પ્રિન્સ-યુવિકાએ એકબીજાને હગ કરતો ફોટો શેર કર્યો, વાઇરલ બીમારીને ‘દર્દનાક’ ગણાવી

0
0

‘નચ બલિયે 9’ના વિનર પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી હાલ હોસ્પિટલમાં એડમિટ છે. બંને ડેંગુની સારવાર લઇ રહ્યા છે જેની ઝપેટમાં તેનો પરિવાર આવી ગયો છે. હવે હોસ્પિટલમાંથી બંનેનો એક ફોટો સામે આવ્યો છે જેમાં બંને એકબીજાને હગ કરી રહ્યા છે. આ સાથે એક્ટર, રોડીઝ જજ અને બિગ બોસ 9ના વિનરે ફેન્સ અને નજીકના લોકોને ડેંગુથી સતર્ક કરીને તેને ઘણો દર્દનાક પણ જણાવ્યો છે.

હાલમાં જ પ્રિન્સ નરુલાએ ઇન્સ્ટા પર એક સુંદર ફોટો શેર કર્યો છે જેમાં તેણે હોસ્પિટલના બેડ પર સારવાર લઇ રહેલી યુવિકાને હગ કર્યું છે. પ્રિન્સે લખ્યું કે, ‘આપણે જલ્દી સાજા થઇ જઈશું. યુવિકા ચૌધરી, દીદી ગીતિકા નરુલા, ઋષભ છાબરા અને પપ્પા. અમને બધાને વાઇરલ થઇ ગયું છે. અને હા જે પણ ચંદીગઢ અથવા મોહાલી સાઈડ છે તેમને જણાવા ઈચ્છું છું કે આ વાઇરલ છે અને તે હવામાં છે. જો કોઈ એકને પણ થયો તો આખા ઘરને થઇ શકે છે અને આ ઘણું દર્દનાક છે. તો પ્લીઝ માસ્ક પહેરી રાખો અને બહારનું ખાવાનું બંધ કરો.’

https://www.instagram.com/p/CGW0Hy0lCrh/?utm_source=ig_embed

માસ્ક પહેરીને વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી

12 ઓક્ટોબરે પ્રિન્સ અને યુવિકાનાં લગ્નને 2 વર્ષ પૂરા થયા. બંનેએ બીમારી વચ્ચે ઘરે જ નાનું સેલિબ્રેશન કર્યું હતું. તેના ફોટોઝ યુવિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એક્ટ્રેસે આ સાથે કોરોનાને બદલે ડેંગુ થયો હોવાની જાણકારી આપતા લખ્યું કે, ‘મારી પાસે દરેક શુભકામના માટે આભાર કહેવા માટે શબ્દો નથી. આ વર્ષે અમને ડેંગુ થઇ ગયો છે જેને કારણે અમે સેલિબ્રેશન નથી કર્યું. ભગવાનનો આભાર કે કોરોના નથી. અમે થોડા દિવસમાં ઠીક થઇ જઈશું.

https://www.instagram.com/p/CGPz0jdpwEJ/?utm_source=ig_embed

કોરોના પોઝિટિવ હોવાની અફવા ફેલાઈ હતી

થોડા દિવસ પહેલાં પ્રિન્સ-યુવિકાએ મુંબઈ બહાર ટ્રાવેલિંગ કર્યું હતું જ્યાંથી પરત આવ્યા બાદ બંને સેલ્ફ આઇસોલેટ હતા. આ વચ્ચે સમાચાર આવ્યા હતા કે બંને કોરોના પોઝિટિવ હોવાના કારણે હોમ ક્વોરન્ટીન છે. સતત અફવા ફેલાઈ હતી માટે એક્ટ્રેસે સ્પષ્ટતા કરી હતી કે બંનેએ સાવધાની રૂપે આઇસોલેટ થયા હતા, કોરોનાના કારણે નહીં. પછી તેમણે રિપોર્ટ પણ કરાવ્યા હતા જે નેગેટિવ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here