વલસાડ : પ્રેરણાદાયી કર્તવ્યપાલન : પિતાની અંતિમ વિધિમાં હાજરી આપવાની જગ્યાએ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું 

0
16
વલસાડના કલેકટરનું પ્રેરણાદાયી કર્તવ્યપાલન : પિતાની અંતિમ વિધિ ન ગયા :વાવાઝોડાને કારણે ફરજ પર હાજર કલેકટર આર.આર.રાવલે પિતાની અંતિમ વિધિમાં હાજરી આપવાની જગ્યાએ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું.
વલસાડ જિલ્લાના કલેકટર આર.આર.રાવલના પિતાનું નિધન થયું છે. કલેકટર આર. આર. રાવલના પિતાએ 84 વર્ષની ઉંમરે  મહેસાણામં અંતિમ શ્વાસ લીધા હતા. જો કે રાજ્ય પર મંડરાઈ રહેલા નિસર્ગ વાવાઝોડાના ખતરાના કારણે કલેકટર રાવલ ફરજ પર હાજર હતા દરમિયાન પિતાનું મહેસાણામાં મૃત્યું નિપજ્યું હતું. વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને કલેકટર આર .આર .રાવલે પિતાની અંતિમ વિધિમાં હાજરી આપવાની જગ્યાએ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં આવનાર નિસર્ગ વાવાઝોડાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર એલર્ટ છે. ત્યારે ફરજ નિભાવી રહેલા કલેકટર પાસે પિતાના મૃત્યુંના સમાચાર આવ્યા ત્યારે કલેકટર રાવલ પિતાની અંતિમ વિધિમાં જવાના બદલે પોતાની ફરજ પર તૈનાત રહ્યા. કલેકટર આર.આર.રાવલની ગેરહાજરીમાં તેમના પરિવારજનોએ પિતાની અતિંમ વિધિ કરી હતી
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here