કેદી નંબર ૧૪૪૯ ચિદમ્બરમ મુશ્કેલમાં : જેલમાં ખુબ ગરમી

0
53

નવી દિલ્હી : આઇએનએક્સ મામલામાં તિહાર જેલમાં પહોંચી ગયેલા પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલીમાં હવે વધારો થઇ રહ્યો છે. જેલમાં તેઓ ભારે પરેશાન થયેલા છે. ચિદમ્બરમ હાલમાં જેલની રોટલી ખાઇ રહ્યા નથી. જો કે ચિદમ્બરમ દાળ અને ભાત ખાઇ રહ્યા છે. જેલના વિચારાધીન કેદી નંબર ૧૪૪૯ તરીકે ચિદમ્બરમ રહેલા છે. તિહાર જેલમાં તેમને રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા છે. જેલમાં તેઓ હાલમાં ભારે ગરમી અને ઉમસથી પરેશાન છે. જેલમાં ગંદકી અને ગંધથી તેઓ પરેશાન થયેલા છે.

તિહાર જેલના એડિશનલ આઇજી રાજકુમારે કહ્યુ છે કે હજુ સુધી કેટલાક દિવસ પહેલા તેમને જેલ નંબર સાતનો પ્રવાસ કર્યો હતો. ત્યાં ભારે ગંદકી છે. જો કોઇ કેદી ફરિયાદ કરે છે તો નોંધ લેવામાં આવે છે. આ જ જેલ નંબર સાતની વાત કરવામાં આવે તો કેદીઓને રાખવાની ક્ષમતા ૩૫૦ છે. જો કે અહીં ૬૫૦ કેદી રાખવામાં આવ્યા છે. તેમાં બંને પ્રકારના કેદી સામેલ છે. ચિદમ્બરમ ટાઇમ ટેબલ મુજબ પોતાના કામ કરે છે. તેઓ સમયસર ઉંઘી જાય છે અને સમયસર ઉઠી જાય છે. તેઓ સમયસર જ જમે છે. જેલમાં મળેલી તમામ ચીજો ચિદમ્બરમ ખાઇ લે છે. જો કે જેલની રોટલી ખાવામાં તેઓ ખચકાટ અનુભવ કરી રહ્યા છે. જેમાં તૈયાર આલુ પુરી તેઓ ખાઇ ચુક્યા છે.
ચિદમ્બરમ અહીં દુધની સરખામણીમાં ચા વધારે પીવે છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાનની તકલીફ હાલમાં ઓછી થાય તેવી શક્યતા ઓછી છે. મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે તપાસ ચાલી રહી છે. સીબીઆઇ અને ઇડી દ્વારા તેમની સામે સકંજો મજબુત કરવામાં આવી ચુક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here