Friday, June 13, 2025
HomeગુજરાતGUJARAT: ફર્લો રજા પર છૂટેલા કેદીની બાઇક ડિવાઇડર સાથે અથડાતા મોત

GUJARAT: ફર્લો રજા પર છૂટેલા કેદીની બાઇક ડિવાઇડર સાથે અથડાતા મોત

- Advertisement -

મર્ડર કેસમાં સજા ભોગવતો કેદી ફર્લો રજા પર છૂટયો હતો. ફતેગંજ બ્રિજ પર ડિવાઇડ સાથે બાઇક અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ગોત્રી વિસ્તારમાં વર્ષ – ૨૦૧૩ માં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. તે ગુનામાં પોલીસે સતિષ ઉર્ફે બોકલ ભીખાભાઇ પઢિયાર (રહે. સયાજીપુરા ટાંકી રોડ શિવશક્તિ ફ્લેટમાં)ની ધરપકડ થઇ હતી. આરોપી સાત વર્ષ જેટલો સમય વડોદરાની જેલમાં કાચા કામના કેદી તરીકે રહ્યો હતો. ત્યારબાદ તેને સજા થતા છેલ્લા ચાર વર્ષથી પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. ગત તા. ૬ ઠ્ઠીએ તે ૧૫ દિવસની ફર્લો રજા પર તે મુક્ત થયો હતો. તેને ૨૧ મી તારીખે પરત જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, ગત તા. ૭ મી એ તે મોડીરાતે બાઇક લઇને ફતેગંજ બ્રિજ પરથી જતો હતો. તે દરમિયાન તેની બાઇક ડિવાઇડર સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular