Tuesday, March 18, 2025
Homeવિશ્વWORLD : ઈન્ડોનેશિયાની જેલમાં કેદીઓએ બબાલ કર્યા બાદ લગાવી આગ, 100થી વધુ...

WORLD : ઈન્ડોનેશિયાની જેલમાં કેદીઓએ બબાલ કર્યા બાદ લગાવી આગ, 100થી વધુ ફરાર

- Advertisement -

ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પરની જેલમાં કેદીઓએ ભારે બબાલ કર્યા બાદ આગ ચાપી દીધી છે, જેના કારણે જેલમાંથી 100થી વધુ કેદીઓ ફરાર થઈ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, કેદીઓ વચ્ચે જેલમાં ભયાનક ઝઘડો થયો હતો, ત્યારબાદ તેઓએ ત્યાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન કેદીઓ ફરાર થઈ ગયા છે.

સ્થાનિક મીડિયામાં જેલમાં થયેલો ઝઘડો અને ફરાર કેદીઓના વીડિયો ફુટેજ પણ વાયરલ થયા છે. વીડિયોમાં ભીષણ આગ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં જેલોની અત્યંત ખરાબ હાલત છે અને ત્યાં કેદીઓ ફરાર થવાની ઘટના સામાન્ય બની ગઈ છે.

પોલીસે દાવો કર્યો છે કે, ‘અમને જેલમાં હોબાળો થયો હોવાની તેમજ કેદીઓ ફરાર થવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે ફરાર થવાની થોડી જ મિનિટોમાં 115 કેદીઓને પકડી પાડ્યા છે. રિઆઉ પ્રાંતના પોલીસ વડા વિડોડા ઇકોએ કહ્યું કે, જેલમાં 650થી વધુ કેદીઓ છે. હજુ અનેક કેદીઓ ફરાર હોવાની આશંકા છે.

જેલના વહીવટીતંત્રે ફરાર કેદીઓને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી છે. સુમાત્રા ટાપુની આસપાસ પુરજોશમાં ઓપરેશન શરૂ કરી દેવાયું છે. પોલીસે કહ્યું કે, જેલમાં કેટલાક કેદીઓ નશો કરતા હતા, જેમને સુરક્ષા કર્મચારીઓએ પકડી પાડ્યા બાદ બબાલ થઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું, જેના કારણે કેદીઓ વધુ ઉગ્ર થયા અને જેલમાં આગ ચાપી દીધી. એટલું જ નહીં ગુસ્સે થયેલા કેદીઓએ કેટલાક પોલીસ કર્મચારીઓને પણ માર માર્યો હતો. ઘટનામાં ત્રણ કેદીઓને ચપ્પુ મારવામાં આવ્યા છે, જ્યારે એક પોલીસ કર્મચારીનું ગોળી વાગવાથી મોત થયું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular