કોરોના અસર : મહેસાણા : ખાનગી બેંકોમાં 50 ટકા ટ્રાફિક ઘટ્યો

0
15

મહેસાણા: કોરોના વાયરસને પગલે આઇસીઆઇસીઆઇ, એક્સીસ વગેરે ખાનગી બેંકોએ ખાતેદારો માટે બેકિંગ સમયમાં ઘટાડો કરી સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીયકૃત બેંકોમાં અગત્યના ચાર ટ્રાન્ઝેકશન કેશ લેવડ-દેવડ, ડિપોઝિટ, ચેક, ડીડીનું કામકાજ ચાલુ રહેશે. બાકી લોન, પાસબુક એન્ટ્રી, ઇન્કવાયરી વગેરે કામકાજ બંધ કરાયું છે. સોમવારે બેંકોમાં રોજ કરતાં ખાતેદારોના ધસારામાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેનેટાઇઝરથી હાથ સાફ કરો પછી એન્ટ્રી
બી.કે. રોડ અર્બન બેંક બ્રાન્ચમાં બહારથી આવતા ખાતેદારો માટે સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા પછી એન્ટ્રી ફરજિયાત કરાઇ છે. બ્રાન્ચના મેનેજર અનિલભાઇ પટેલે કહ્યું કે, તમામ કર્મચારીઓને માસ્ક અને સેનેટાઇઝર અપાયા છે. હાલ વેપારો બંધ હોઇ બેંકોમાં ટ્રાફિક 50 ટકા ઘટ્યો છે. અર્બન બેંકના સીઇઓ વિનુભાઇ પટેલે કહ્યું કે, બેંકની 58 બ્રાન્ચ પૈકી મુંબઇ, અમદાવાદ, સુરત, રાજકોટ, વાપી વગેરે વિસ્તારની 25 બ્રાન્ચમાં સમય ઘટાડીને સવારે 10 થી બપોરે 2 સુધીનો કરાયો છે.

ડિઝિટલ સેવાનો ઉપયોગ કરી બેંકમાં આવવાનું ટાળવું
બેકિંગ ડિઝિટલ સેવા ચાલુ હોઇ ઘરેબેઠાં ઉપયોગ કરી બેંકમાં આવવાનું ટાળવું જોઇએ.મહેસાણા જૂની કોર્ટ નજીક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ બહાર પાણીની ડોલ અને સાબુ મૂકાયો છે. કેશિયર હાથે મોજા પહેરી નાણાકીય આપ લે કરે છે. જનતા સુપર માર્કેટમાં એસબીઆઇમાં પ્રવેશતાં જ ચોકિયાત પૂછે છે કે શું કામ છે કેશ ઉપાડવા, જમા કરવા, ચેક કે ડીડીનું કામ હોય તો એન્ટ્રી નહીં તો પછી આવવા સુચવાય છે. નેશનલ બેંકોને આ અગત્યની ચાર કામગીરીની સુચના અપાઇ છે. લીડ બેંક મેનેજરે જણાવ્યું હતુકે, બેંકિગ ડિઝિટલાઇઝ ઉપયોગ કરો. હાલ દરેક બેંકો તેમની રીતે સાવચેતીનાં મેજર્સ અપનાવી રહી છે. ખાનગી બેંકોએ સમય 10 થી 2નો કર્યો છે. ગ્રાહકોએ બેલેન્સ ઇન્કવાયરી જેવા કામે બેંકોમાં ન આવવા અપીલ છે. તમામ બેંકોની ડિઝિટલ બેકિંગ સેવા ચાલુ છે. બેંક ઓફ બરોડાએ જૂન સુધી ડિઝિટલ સેવા પરના ચાર્જ મુક્ત કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here