અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો 95 ટકા ફૂલ થઈ ગઈ, માત્ર 261 બેડ જ ખાલી રહ્યાં છે

0
4

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. કોરોનાના ટેસ્ટ માટે લોકોની લાઈનો લાગી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો પણ 95 ટકા ફૂલ થઈ ગઈ છે. આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી 72 ખાનગી હોસ્પિટલોમાં હવે માત્ર 261 જેટલા બેડ ખાલી છે. જેમાં આઈસોલેશન વોર્ડના 150, HDUના 56, ICU વેન્ટિલેટર વિના 23 અને ICU વેન્ટિલેટર સાથેના 32 બેડ ખાલી છે.

                       

(ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડની પરિસ્થિતિ)                      (72 હોસ્પિટલોમાંથી 95 ટકા ભરાઈ ગઈ)

72 હોસ્પિટલોમાંથી 95 ટકા ભરાઈ ગઈ

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓની વાત કરીએ તો કુલ 2536 બેડમાંથી આઇસોલેસન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ ડોકટર એસોસિએશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાની સારવાર માટેની કુલ 72 હોસ્પિટલમાંથી 95 ટકા હોસ્પિટલ ભરાઈ ગઈ છે.