93મા એકેડમી અવોર્ડ્સના નોમિનેશનની અનાઉન્સમેન્ટમાં પ્રિયંકા અને નિક જોનસ કરશે

0
4

પ્રિયંકા ચોપરા ફરી એકવાર ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરતી જોવા મળશે. 93મા એકેડમી અવોર્ડ્સના નોમિનેશનની અનાઉન્સમેન્ટમાં પ્રિયંકાની સાથે નિક જોનસ પણ સાથ આપશે. પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં નિક સાથે એક વીડિયો શૅર કરીને આ માહિતી આપી હતી. આ વીડિયો પ્રિયંકા તથા નિકે લંડનમાં શૂટ કર્યો છે.

અમે ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરીશું

વીડિયોમાં પ્રિયંકા પોતાના ચાહકોને પૂછે છે, ‘મને કહો કે અમે ઓસ્કર નોમિનેશન્સની જાહેરાત કરી રહ્યાં છીએ. તે પણ મને કહ્યા વગર કે અમે ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરવાના છીએ.’ ત્યારબાદ પ્રિયંકાની પાછળ ઊભેલો નિક કહે છે, ‘તમે પહેલાં જ બધાને કહી દીધું છે.’ પછી પ્રિયંકા કહે છે, ‘અમે ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરીશું, અમને લાઈવ જુઓ.’

ઓસ્કર નોમિનેશન 15 માર્ચના રોજ

પ્રિયંકાએ પોતાના આ વીડિયોમાં એકેડમીને ટૅગ કરીને કેપ્શનમાં કહ્યું હતું, ‘કોઈ ચાન્સ છે કે હું ઓસ્કર નોમિનેશનની જાહેરાત એકલા કરી શકું? મજાક કરું છું. લવ યુ નિક જોનસ. સોમવારના રોજ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરવા માટે અમે ઘણાં જ ઉત્સાહી છીએ. ઓસ્કર નોમિનેશન્સ ધ એકેડમીનાં તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર 15 માર્ચના રોજ સવારે 5.19 વાગ્યાથી લાઈવ જુઓ.’ આ પહેલી વાર છે કે જ્યારે કોઈ કપલ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરશે.

23 અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન થશે

ઓસ્કર નોમિનેશનનું લાઈવ પ્રેઝન્ટેશન બે હિસ્સામાં કરવામાં આવશે, જેમાં 23 અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન હશે. નોમિનેશનનું પ્રસારણ Oscars.com, Oscars.org તથા ધ એકેડમી અવોર્ડ્સનાં તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર ગ્લોબલ લાઈવ સ્ટ્રીમના માધ્યમથી થશે.

પ્રિયંકાએ 2018માં ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી

પ્રિયંકાએ 2018માં પણ ઓસ્કર અવોર્ડ નોમિનેશનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રિયંકા હોલિવૂડની જાણીતી સેલિબ્રિટીઝ રોસારિઓ ડૉસન, રેબેલ વિલ્સન તથા મિશેલ રોડ્રિગ્ઝ સાથે જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here