પ્રિયંકા ચોપરાએ અમેરિકામાં રહીને તાળીઓ પાડી, ભારતના જનતા કર્ફ્યુને સપોર્ટ કરી હેલ્થ કેર વર્કસ, ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માન્યો

0
6

બોલિવૂડ ડેસ્ક: ભારતમાં 22 માર્ચ રવિવારના રોજ જનતા કર્ફ્યુમાં સાંજે 5 વાગ્યે 5 મિનિટ તાળીઓ પાડીને સતત કામ કરતાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સનો આભાર માનવાનો હતો. ભારતમાં સેલેબ્સે થાળીઓ, તાળી, ઘંટ, શંખ વગેરે વગાડી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રિયંકા ચોપરા હાલ ભારત નથી તેમ છતાં તેણે અમેરિકાથી આ જનતા કર્ફ્યુને સપોર્ટ કર્યો હતો.

https://www.instagram.com/p/B-D1qFyJn4I/?utm_source=ig_embed

તેણે ઇન્સ્ટગ્રામ સ્ટોરી શેર કરી છે જેમાં તે તાળી પાડી રહી છે. તેણે લખ્યું હતું કે, દુનિયાભરના લોકોએ ડોક્ટર્સ, નર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ જે કોરોના વાઇરસ સામે લડી રહ્યા છે તેનો તાળી પાડીને આભાર માની રહ્યા છે. હું ભારતમાં નથી છતાં જોડાઈ છું, હું તેમની સ્પિરિટની સાથે છે.

પ્રિયંકા ચોપરા હાલ નિક જોનસ સાથે તેના ઘરે જ આઇસોલેશનમાં છે. તે ત્યાં ભારતીય ભોજનની પણ મજા લઇ રહી છે. તે લોકોને કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા બાબતની માહિતી પણ શેર કરતી રહે છે.

https://www.instagram.com/p/B-BA-iujURK/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here