Tuesday, March 18, 2025
HomeબોલીવૂડBOLYWOOD : પ્રિયંકા ચોપરાએ મુંબઈમાં ચાર ફલેટ 16 કરોડમાં વેચ્યાં

BOLYWOOD : પ્રિયંકા ચોપરાએ મુંબઈમાં ચાર ફલેટ 16 કરોડમાં વેચ્યાં

- Advertisement -

પ્રિયંકા ચોપરાએ મુંબઇના અંધેરી વેસ્ટમાં આવેલા તેના ચાર ફલેટ   રૂપિયા ૧૬. ૧૭ કરોડમાં વેંચી નાખ્યા છે. જેમાં એક ડુપ્લેક્સ પણ સામેલ છે.

અંધેરીનાં લોખંડવાલા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની ૧૮મા માળ પરનો  એક ફલેટ તેણે ૩.૪૫ કરોડમાં વેચ્યો છે. આ ફલેટ ૧૦૭૫ ચોરસ ફૂટનો છે.

આ જ ફલોર પરનો ૮૮૫ ચોરસ ફૂટનો બીજો પલેટ તેણે ૨.૮૫ કરોડ રુપિયામાં વેચ્યો છે.  ૧૯મા માળનો ત્રીજો ફલેટ તેણે ૩.૫૨ કરોડમાં વેચ્યો છે. આ ફલેટ ૧૧૦૦ ચોરસ ફૂટનો છે.

પ્રિયંકાએ એક  ડુપ્લેક્સ વેચ્યો છે. આ ફલેટ બિલ્ડિંગના ૧૮ અને ૧૯મા માળ પર આવેલો છે. કુલ ૧૯૮૫ ચોરસ ફૂટનો આ ફલેટ ૬.૩૫ કરોડમાં વેચાયો છે. તેના માટે ખરીદનારે ૩૧.૭૫ લાખની સ્ટેમ્પ ડયૂટી વેચી છે.

આ ડુપ્લેક્સ સાથે બે કાર પાર્કિંગ પ્રાપ્ય છે  જ્યારે બાકીના ત્રણેય ફલેટ માટે એક-એક કાર પાર્કિંગ પ્રાપ્ય છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વરસે પ્રિયંકા ચોપરાના પરિવારે  એટલે કે તેની માતા મધુ ચોપરા અને ભાઇ સિદ્ધાર્થે પુણેમાંનો એક ફ્લેટ મહિનાના રૂપિયા બે લાખના ભાડે આપ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular