કોરોના વાઇરસ : પ્રિયંકા ચોપરાએ વીડિયો શેર કરીને નમસ્તેનું મહત્ત્વ સમજાવ્યું, લોકોને સુરક્ષિત રહેવા આગ્રહ કર્યો

0
9

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઇરસના ભય વચ્ચે પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર લોકોને સુરક્ષિત રહેવા આગ્રહ કર્યો છે. તેણે પોતાના અલગ અલગ લુકના ફોટોનો વીડિયો શેર કર્યો છે જેમાં તે નમસ્તે કરતી દેખાઈ છે. પ્રિયંકાએ લખ્યું હતું કે, ‘ઇટ્સ ઓલ અબાઉટ નમસ્તે. લોકોનું અભિવાદન કરવાની જૂની પણ બદલતા સમયની નવી રીત. બધા મહેરબાની કરીને સુરક્ષિત રહો.’

આ વીડિયોમાં પ્રિયંકાના ઓસ્કરથી લઈને કાન ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ લુક પણ સામેલ છે. પ્રિયંકા ચોપરા છેલ્લે ભારતમાં પતિ નિક જોનસ સાથે હોળી મનાવવા માટે આવી હતી. ફિલ્મ્સની વાત કરીએ તો પ્રિયંકાની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ હતી. પ્રિયંકાની આગામી ફિલ્મ બાયોપિક છે. ભગવાન રજનીશ જેને લોકો ઓશોથી ઓળખે છે તેના ખાસ ગણાતા મા આનંદ શીલા પર બાયોપિક બની રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા શીલાના રોલમાં છે. આ સિવાય તે ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની વેબ સિરીઝ ‘સિટડલ’માં રિચર્ડ મેડન સાથે દેખાવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here