કોરોના વાઇરસ : પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી,

0
0

પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે યુએસમાં તેના લોસ એન્જલસના ઘરે છે. મહામારી કોરોના વાઇરસને કારણે યુએસમાં ચાલી રહેલ લોકડાઉનને કારણે કપલ ઘરે જ હતા. 2 મહિના બાદ પ્રિયંકા પહેલીવાર ઘરની બહાર નીકળી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રિયંકા માસ્ક પહેરીને ઘરની બહાર નીકળી હતી. તેણે ડિઝાઈનર માસ્ક સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

https://www.instagram.com/p/CAEEdoljpYy/?utm_source=ig_embed

પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ દીકરીને લઈને ચિંતા જતાવી હતી. યુએસમાં પરિસ્થતિ ઘણી ગંભીર છે અને દીકરી અને જમાઈ ત્યાં છે. પ્રિયંકાએ મધર્સ ડે પર તેની માતા અને સાસુને વિશ પણ કર્યું હતું.

લોકડાઉનમાં પ્રિયંકા તેની અલગ-અલગ પ્રવૃત્તિના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. ઉપરાંત તે કોરોના માટેની ફંડ રેઝિંગ ઈવેન્ટ્સમાં પણ સામેલ થતી રહેતી હોય છે. લોકોને ઘરે સુરક્ષિત રહી હાથ વારંવાર ધોવા અંગે વીડિયો શેર કરી સલાહ પણ આપતી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here