Saturday, February 15, 2025
HomeબોલીવૂડBOLLYWOOD : અભિનેતાઓ કરતાં પણ ત્રણ ગણી ફી લેશે પ્રિયંકા ચોપડા

BOLLYWOOD : અભિનેતાઓ કરતાં પણ ત્રણ ગણી ફી લેશે પ્રિયંકા ચોપડા

- Advertisement -

વિશ્વ વિખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડા હોલિવૂડ બાદ લગભગ નવ વર્ષ પછી ભારતીય સિનેમામાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. લાંબા સમય પછી તેણે કોઈ ભારતીય ફિલ્મને સાઈન કરી છે. તેને સાઉથમાં ડાયરેક્ટર એસ.એસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘એસએસએમબી 29’ની ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મમાં પ્રિયંકા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે જોવા મળશે. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકાએ આ ફિલ્મ માટે ભારી ધરખમ ફી વસૂલી છે.

પ્રિયંકાએ 30 કરોડ રૂપિયા ફી વસૂલી

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે,  ફિલ્મ ‘એસએસએમબી 29’ માટે પ્રિયંકાએ 30 કરોડ રૂપિયા ફી વસૂલી છે. જે કોઈ પણ ભારતીય અભિનેત્રી દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેતી ફી કરતા અનેક ઘણી વધુ છે. આ પહેલા દીપિકા પાદુકોણે ફિલ્મ ‘પદ્માવત’ માટે 13 કરોડ રૂપિયા ફિલ્મ લીધી હતી. જે તે સમયે કોઈ મહિલા અભિનેત્રી દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ ફી હતી. આ ફિલ્મ માટે પુરુષ અભિનેતા રણવીર સિંહ અને શાહિદ કપૂરે 10-10 કરોડ રૂપિયા ફી લીધી હતી. એ સમયે દીપિકા પછી પ્રિયંકા સૌથી વધુ ફી લેનારી ટોપ પેઈડ અભિનેત્રીની લીસ્ટમાં ટોપના સ્થાન પર હતી. ત્યારે હવે પ્રિયંકા આ ફિલ્મ માટે અભિનેતાઓ કરતા ત્રણ ગણી ફ લેશે તેવું કહેવાઈ રહ્યું છે.  પ્રિયંકાના સ્ટારડમમાં ઘણો પાવર છે. તેની ફેન ફોલોઈંગ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની છે. તેણે હોલિવૂડ માં અનેક મોટી ફિલ્મમાં કામ કર્યું છે અને તે ફિલ્મો સુપરહિટ રહી હતી. હવે રાજામૌલીની ફિલ્મમાં તેની એન્ટ્રી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ફિલ્મનું સ્તર પણ વધી ગયું છે. જો આપણે ફિલ્મ ‘એસએસએમબી 29’ની વાત કરીએ તો મહેશ બાબૂ, પ્રિયંકા ચોપડા સિવાય સાઉથનો અભિનેતા પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનાથી શરુ થશે અને વર્ષ 2027માં ફિલ્મ રિલીઝ થઇ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular