લાલ સાડી અને હાથમાં પૂજાની થાળી સાથે પ્રિયંકા ચોપરાએ વિદેશમાં મનાવી કરવાચોથ, વાઇરલ થઈ તસવીરો

0
7

પ્રિયંકા ચોપરાએ 2020માં કરવાચોથ રાખી એના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પ્રિયંકાએ રેડ સાડીમાં પતિ સાથે અને તેની થાળી સાથેનો ફોટો શેર કરીને બધાને કરવાચોથની શુભકામના આપી છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પ્રિયંકાનું આ બીજું વ્રત છે. પ્રિયંકા તેના સાસરે કેલિફોર્નિયામાં લોસ એન્જલસમાં છે.

પ્રિયંકા ચોપરા અને નિકે લોકડાઉનમાં ઘરે સાથે રહીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. તે દરમિયાન પ્રિયંકાએ નિક પાસે પિયાનો ક્લાસ પણ લીધો હતો. પ્રિયંકાએ હાલમાં જ તેની પહેલી બુક ‘અનફિનિશ્ડ’ લોન્ચ કરી છે. પ્રિયંકા નેટફ્લિક્સ પરની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં રાજકુમાર રાવ સાથે દેખાવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here