પ્રિયંકા ચોપરાના પરિવારમાં આવવાનું છે નવું મહેમાન

0
20

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની જેઠાણી અને જો જોનાસની વાઇફ સોફી ટર્નર (Sophie Turner) ના ઘરે નાનું મહેમાન આવવાનું છે. રિપોર્ટ્સની માનીએ તો સોફી ટર્નર અને જો જોનાસ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. વિદેશી મીડિયા આ ખબર સુત્રોના હવાલે ચલાવી રહ્યા છે. પણ આ મામલે તેમની તરફથી કોઇ અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી. સુત્રોના હવાલે જે ખબર આવી છે તે મુજબ 23 વર્ષની સોફી પ્રેગનેન્ટ છે. અને હાલ તો કપલે આ ખબર ખાલી પરિવાર અને નજીકના કેટલાક મિત્રોને જ જણાવ્યા છે.

વિદેશી મીડિયાના રિપોર્ટ મુજબ જો અને સોફી આ ન્યૂઝને હાલ ન્યૂઝ એજન્સીથી છુપાવવા માંગે છે. પણ પરિવારના લોકોને આ અંગે જણાવીને તે લોકો ખૂબ જ ખુશ છે. અને આ માટે જ સોફી હાલ તેવા આઉટફિટ પહેરી રહી છે કે જેમાં આ ખુશીના ખબર કોઇને જાણ ના થાય.

સોફી અને જો હાલમાં જ ગ્રેમી એવોર્ડમાં સાથે નજરે પડ્યા હતા. આ એવોર્ડમાં ત્રણેય જોનાસ બ્રધર્સ તેમની પત્નીઓની સાથે આવ્યા હતા. અને આ ફંકશનમાં જ પ્રિયંકા લાંબા નેકલાઇન વાળો ડ્રેસ પહેરવાના કારણે ટ્રોલ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે સોફી ટર્નર અને જો જોનાસ વર્ષ 2016થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. અને 2017માં તેમણે સગાઇ કરી હતી. તે પછી ગત વર્ષે બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ્સ પછી એક સરપ્રાઇઝ સેરેમનીમાં સોફી અને જોએ મેમાં લગ્ન કરી લીધા હતા. આ પછી જૂન 2019માં તેમણે પેરિસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં ફરી લગ્ન કર્યા હતા.

અને આના પહેલા જ પ્રિયંકા અને નિકના લગ્ન ડિસેમ્બરમાં 2018માં ભારતમાં થઇ હતી ત્યારે પણ સોફી હાજર રહી હતી. પ્રિંયકાની તસવીરો જોતા સ્પષ્ટ થાય છે કે તેનું અને સોફીનું બોન્ડિંગ સરસ છે.