બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ ખૂબ જ ખુશમિજાજમાં જોવા મળે છે. તે પોતાના જીવનને સંપૂર્ણ રીતે એન્જોય કરી રહી છે, અને દરેક પળને ખુશીથી માણી રહી છે. તેણે નવું વર્ષ પણ જોરશોરથી ઉજવ્યું હતું. હવે પ્રિયંકાએ સમુદ્ર કિનારાની કેટલીક નવી તસ્વીરો શેર કરી છે.
એક તસ્વીરમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસના ખોળામાં બેસેલી દેખાઈ રહી છે અને નિક તેને કિસ કરી રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા અને નિકના મિત્રો પણ હાજર હતા.
આ તસ્વીરો શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું કે – બધું સારું બનાવવા બદલ હું પરિવાર અને મિત્રોની આભારી છું. હું તમારા બધા વિના આ નવા વર્ષના શરૂ થવાની રાહ ન જોઈ શકત.
જણાવી દઈએ કે તસ્વીરમાં પ્રિયંકા અને નિકની બોન્ડિંગ અને કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તેમના ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે.
નવા વર્ષના પહેલા જ દિવસે નિક અને પ્રિયંકાનો સિઝલિંગ અને રોમેન્ટિક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો. પ્રિયંકા અને નિકે કોન્સર્ટ બાદ નવા વર્ષનું વેલકમ એક લિપલોક કરીને કર્યું હતું.
પ્રિયંકાનો ન્યુયર કૉન્સર્ટનો લૂક પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને કોન્સર્ટમાં પ્રિયંકાએ પહેરેલા નિયોન સેક્સી કટ-આઉટ ગાઉનની પણ ખૂબ જ ચર્ચા રહી હતી.
ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન સોનાલી બોઝે કર્યું હતું. ફિલ્મમાં ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ મહત્વની ભૂમિકામાં હતા. અને હવે પ્રિયંકા ચોપરા રાજકુમાર રાવ સાથે નેટફલિક્સની ફિલ્મ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળશે.