પ્રિયંકા ગાંધીનો યોગી સરકાર પર પ્રહાર, કહ્યું રાજયમા મહિલા વિરુદ્ધ વધી રહ્યા છે અપરાધ

0
12

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે યુપીમા દરરોજ મહિલાઓ સાથે અપરાધ થઈ રહ્યા છે. પરંતુ આ ગંભીર ઘટના પર સરકાર મૌન છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે યુપીમાં રોજ મહિલાઓ વિરુદ્ધ દિલ કંપાવી દે તેવી ઘટનાનો ઘટી રહી છે. ફિરોઝાબાદમાં પીડીતાના પિતાની હત્યા કરી દેવામા આવી છે. સીતાપુરમા બાળકીનો બળાત્કાર કરીને હત્યા કરી દેવામા આવી છે. સરકાર ક્યાં છે ?

તેમણે આગળ લખ્યું છે કે ‘ ભાજપ રાજમા મહિલાઓ વિરુદ્ધ અપરાધનો ગ્રાફ વધી રહ્યો છે. પરંતુ કોઈ જવાબદારી નથી લેતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ‘ એટામા ઘરમા રેપ કરવાની કોશિષ કરવામા નાકામ થવા પર યુવતીનું ગળું દબાવી દીધું. સીતાપુરમા ૩ વર્ષની બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરી દેવામા આવી છે.ફિરોજાબાદમા રેપ પીડિતાના પિતાની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી છે. ચિત્રકૂટના દેવાંગના ઘાટી પાસે મહિલાનું શબ મળ્યું છે. પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે.

આ પૂર્વે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ  આઝમગઠના બિલરિયાગંજના નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનમા ઘાયલ મહિલાઓને મળવા પહોંચ્યા હતા. આ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આ સરકાર સંપૂર્ણ રીતે ગરીબ વિરોધી છે. જે લોકો પર અત્યાચાર થયો છે તે લોકો જેલમા બંધ છે તેમને ન્યાય અપાવવાની કોશિષ કરવામા આવશે. તેમણે આગળ જણાવ્યું કે તમારા બધા જોડે ખોટું થયું છે આપણે આ અન્યાય વિરુદ્ધ લડવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here