કોરોના પર કોંગ્રેસ : પ્રિયંકા ગાંધીનું ભાજપ પર નિશાન, કહ્યું- મહારાષ્ટ્ર મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને એક પાર્ટી ત્યાંની સરકાર પાડવામાં લાગી છે

0
0

લખનઉ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે વીડિયો શેર કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે, આ એ સમય છે જ્યારે તમામ રાજકીય પાર્ટીઓ અને રાજનેતાઓએ બધુ ભૂલની સાથે મળીને આગળ આવવું જોઈએ. યુપીમાં તમે(ભાજપે) અમારી એક હજાર બસોને નકારી દીધી. કોઈ વાંધો નહીં. મેં કહ્યું હતું કે, તમે બસો પર બેનર પોસ્ટર લગાવજો. અમને એનાથી કોઈ વાંધો નથી. 12 હજાર બસો દોડાવવાનો વાયદો કર્યો પણ તે માત્રને માત્ર કાગળ પર ચાલી રહી છે. રસ્તા પર ઉતારી જ નથી. મહારાષ્ટ્રમાં જુઓ આ મહામારીના ભયંકર સંકટ વચ્ચે મહારાષ્ટ્રની સરકાર પાડવાના પ્રયાસ કરી રહ્યા છે.

પ્રિયંકાએ કેન્દ્ર સરકાર પાસે ચાર માંગ કરી છે. તેમણે કહ્યું કે, આજે દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તા અને નેતા એ લોકોના પક્ષમાં અવાજ ઉઠાવી રહ્યા છે, જે કોરોના મહામારીથી સૌથી વધું પ્રભાવિત છે. દસ હજાર રૂપિયા દરકે જરૂરિયાત વાળા વ્યક્તિના એકાઉન્ટમાં નાંખો. બીજી માંગ એ છે કે આગામી છ મહિના માટે દર મહિને સાડા સાત હજાર રૂપિયા જરૂરિયાત વાળા લોકોના ખાતામાં નાંખવામાં આવે. એ પ્રવાસીઓ માટે જે ઘરે પહોંચ્યા છે. તેમને મનરેગા હેઠળ 100થી 200 દિવસની મજૂરી વધારી આપવામાં આવે. બે મહિનાથી નાના વેપારીઓ પાસે કોઈ ઉદ્યોગ નથી. તેમની મદદ માટે નાણાકીય પેકેજ આપો, જેનાથી એ લોકો દેવાદાર ન બની જાય. એવા લોકોના હાથમાં પૈસા આવી જાય, જેથી એ લોકો આવા કપરા સમયમાં પોતાનું ગુજરાન ચલાવી શકે.

 દેશની જનતા દુઃખી છે, તમે મૌન છો 

  • પ્રિયંકાએ કહ્યું, હું ખાસ એક અપીલ કરવા માગું છું તમામ રાજકીય પાર્ટીઓને ખાસ કરીને ભાજપના નેતાઓને. રાજનીતિ બંધ કરો, આ રાજનીતિનો સમય નથી. આ એ સમય છે જ્યારે તમામ રાજનેતાઓએ એક જૂથ થવું જોઈએ.આપણે રાજકીય વિચારધારા, મતભેદોને ભુલની તમામની મદદ કરવી જોઈએ. આ સહયોગ કરવાનો સમય છે.
  •  તેમણે કહ્યું કે, એક દીકરો પોતે બળદ બનીને ગાડામાં પરિવારને હાંકી રહ્યો છે. એક દીકરી તેના પિતાને સાઈકલ પર બેસાડીને 600 કિમી સાઈકલ ચલાવી રહી છે. શ્રમિક ટ્રેનમાં મજૂરોની લાશો પડી છે. એક બાળકનું મોત તેના પિતાના ખોળામાં થઈ રહ્યું છે. એક માતાની લાશ રેલવે પ્લેટફોર્મ પર પડી છે, તેનું બાળક તેને ઉઠાડવાના પ્રયાસ કરી રહ્યું છે.દેશની એક એક માં આ જોઈને રડી રહી છે. આની સાથે ઘણી ભાવના જોડાયેલી છે. આપણી ભારત માતા રડી રહી છે, પણ તમે મૌન છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here