અમદાવાદ : ​​​​​​​ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી પ્રિયંકા, જોવા હજારોની સંખ્યામાં ફેન્સની ભીડ જામી

0
0

અમદાવાદ: સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “ધ સ્કાય ઈઝ પિન્ક”ના પ્રમોશન અર્થે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા રોહિત શરાફ અમદાવાદના મહેમાન બન્યાં હતા. નવરાત્રીના તહેવાર દરમિયાન અમદાવાદની મુલાકાત લેવાં પર પ્રિયંકાએ ખેલૈયાઓ સાથે ગરબાનો આનંદ પણ માણ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેને ગરબા રમતાં આવડે છે અને કોઈ તકલીફ પણ પડતી નથી.

પોતાની ફિલ્મ વિશે પ્રિયંકાએ જણાવ્યું કે, આ ફિલ્મ ઘણી જ રસપ્રદ છે અને આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. પ્રિયંકા ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, “આ ફિલ્મમાં હું 21 વર્ષના યુવાનની માતાની ભૂમિકા ભજવી રહેલ છું, જે મેં અગાઉ કોઈ ફિલ્મમાં ભજવી નથી. આ સિવાય પણ ઘણાં બધા પડકાર આ ફિલ્મમાં હતા. ફિલ્મ માટે મેં ઘણું બધું રિસર્ચ કર્યું હતું, ઉપરાંત લંડન જઈને અદિતિને મળી હતી. આ ફિલ્મમાં અલગ લવ સ્ટોરી છે. આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. લગ્નના ચાર દિવસ અગાઉ મેં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું હતું. જાન્યુઆરી મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને જૂનમાં લગ્ન કર્યાં હતા. નિક સાથે લગ્ન કર્યાં બાદ હું ઘણી શાંત થી ગઈ છું તેમ તેણીએ જણાવ્યું હતું.”

રોહિત શરાફે જણાવ્યું હતું કે, એ” હું દરેક ઝોનરમાં કામ કરવા ઈચ્છું છું, આ અગાઉ મેં ડિયર જિંદગી ફિલ્મમાં કામ કર્યું અને હવે આ ફિલ્મમાં અલગ પાત્ર ભજવી રહેલ છું. આ ફિલ્મ મને ઓડિશન આપીને મળી હતી. પ્રિયંકા અને ફરહાનની ફિલ્મો જોતો આવ્યો છું અને હવે તેમની સાથે કામ કરવાની તક મળી અને તેનાથી હું ઘણો આનંદિત છું. એક્ટિંગ હંમેશાથી જ મારો પ્રથમ પ્રેમ રહેલ છે અને આ ફિલ્મમાં કામ કરીને મને ઘણું બધું શીખવા મળ્યું છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here