પ્રિયંકાએ કહ્યું, બોલીવૂડમાં આગામી ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થવાની શક્યતા

0
2

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસ ભલે લાંબા સમયથી બોલીવૂડથી દૂર છે. પરંતુ તેના પ્રશંસકોને તેની આવનારી ફિલ્મ વિશે ઉત્કંઠા રહે છે.

સોશિયલ મીડિયા પર પ્રિયંકા પોતાના પ્રશંસકો સાથે સંપર્કમાં રહે છે. તેવામાં ફેન્સ સાથેે વાતચીતનું સેશન રાખવામાં આવ્યું હતું. જેમાં પ્રિયંકાએ એક ફેન્સના પ્રશ્રના ઉત્તરમાં કહ્યું હતું કે, તેની બોલીવૂડમાં આગામી ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થવાની શક્યતા છે. જોકે આ ફિલ્મ કઇ હશે તેની કોઇ સ્પષ્ટતા પ્રિયંકાએ કરી નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાની છેલ્લી ફિલ્મ બોલીવૂડમાં ૨૦૧૯માં ધ સ્કાઇ ઇઝ પિંક રીલિઝ થઇ હતી. એ પછી પ્રિયંકા ધ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળી હતી, પરંતુ તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here