પ્રિયંકાએ બેડરૂમ સિક્રેટ શૅર કરતા કહ્યુ કે, ‘નિકને આ બહુ ગમે છે’

0
0

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ગત વર્ષે 1 ડિસેમ્બર 2018ના રોજ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પ્રિયંકા અને નિક પોતાની મેરેજ લાઇફને એન્જોય કરી રહ્યા છે.

આ કપલ એકબીજા સાથે કેટલાક ખુશ છે તે અંગે તેમના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પરથી થતી પોસ્ટથી સ્પષ્ટ થાય છે. આ કપલ વાંરવાર પોતાના ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ તો શૅર કરે છે જે સાથે જ પોતાની પર્સનલ લાઇફને લઇને ખુલાસ કરતા રહે છે.

પ્રિયંકા અને નિકના લગ્નને લગભગ 9 મહિના જેટલો સમય થઇ ચૂક્યો છે. પ્રિયંકા અને નિકના સંબંધો અને લગ્ન પછીની લાઇફને લઇને એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યુ કે, ”હું જ્યારે સવારે ઉઠું તો નિક મારો ચહેરો જોયા કરે છે. હું કહુ છું કે એક મિનિટ ઉભો રહે, હું જરાક મસ્કરા અને મોસ્ચ્યુરાઇઝર લગાવી લઉ. મારી આંખો એ વખતે સુજેલી હોય છે પણ તેણે તે બહુ ગમે છે. મને આ બધુ અજીબ લાગે છે પણ તેને આમ કરવા દઉં છું.

”વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા ‘જય ગંગાજલ’ બાદ હવે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ નામની બોલિવૂડ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને સોનાલી બોસે ડિરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ઝાયરા વસીમ અને ફરહાન અખ્તર પણ સામેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here