લો બોલો! સુરતમાં યોજાશે ‘વા છુટ’ની હરિફાઈ, પાદવાના પ્રકાર ઉપર મળશે ઈનામ

0
0

જો તમને ગેસની તકલીફ હોય તો જરાય ગભરાશો નહી કેમ કે, તમારી ગેસની તકલીફ તમને ઈનામ અપાવી શકે છે. સુરતમાં સૌ પ્રથમવાર વાછુટની ઓપન સ્પર્ધા યોજાઈ રહી છે.

  • ત્રણ કેટેગરીમાં યોજાશે સ્પર્ધા
  • 100થી વધુ લોકોએ કરાવ્યુ રજીસ્ટ્રેશન
  • પાદવાના પ્રકારોને આધારે ટ્રોફી પણ મળશે

સુરતમાં સૌ પ્રથમવાર ઓપન પાદ સ્પર્ધા યોજાવા જઈ રહી છે આ સ્પર્ધામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન છે અને તમે ફોન કરીને પણ જોડાઈ શકો છે. પાદણના પારિતોષીક પણ મળવાના છે. આ સ્પર્ધા 22 સપ્ટેમ્બરના સવારે સાડા દસ વાગ્યે સુરતમાં યોજાવાની છે.

સ્પર્ધામાં કઈ કઈ કેટેગરી છે. આ સ્પર્ધામાં વાછુટ કરનારને ત્રણ કેટેગરીમાં ડિફાઈન કરવામાં આવશે અને એ મુજબ ટ્રોફી આપવામાં આવશે જેમાં પહેલી કેટેગરી છે કે જેમની વાછુટ સૌથી લાંબી ચાલે તે, બીજી કેટેગરી જેમના પાદનો અવાજ સૌથી મોટો હોય, અને ત્રણ જેમના સુરસુરીયા સુરતાલમાં હોય.

કોણ છે આયોજકો
મુલ સંઘવી અને યતીન સંઘોઈ આ અનોખી સ્પર્ધાના આયોજક છે. આ અંગે યતીન સંઘવી જણાવે છે કે, અમે પરિવાર સાથે ફિલ્મ જોવા બેઠા હતા ત્યારે મારાથી વાછૂટ થઈ ગઈ અને તમામ પરિવારજનો ખડખડાટ હસી પડ્યા અને મેં મજાકમાં કહ્યુ કે જો પાદવાની સ્પર્ધા હોય તો હું નંબર વન ઉપર આવું. બસ મુલ સંઘવીને વાત કરી અને અમે બંને મિત્રોએ આસ્પર્ધાનું આયોજન કર્યુ તમે નહી માનો કે, અમને ખુબ સરસ રિસ્પોન્સ મળ્યો છે.

મૂલ સંઘવીના ફેસબુક ઉપરથી

ક્યાં ક્યાંથી આવી રહ્યા છે સ્પર્ધકો
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા તમામ જગ્યાએથી જ્યારે જયપુર મુંબઈમાંથી પણ રજીસ્ટ્રેશન થયા છે. એટલે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાનથી લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ખાસ સુરત આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here