હેલ્થ અપડેટ : તબિયત ખરાબ થયા બાદ સંભાવના સેઠે કોકિલાબેન હોસ્પિટલ જવું પડ્યું, નજીકની હોસ્પિટલે દરવાજા પણ ખોલ્યા નહીં

0
7

મુંબઈ. ‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક સંભાવના સેઠને મંગળવાર (પાંચ મે)ના રોજ રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણે ચાહકોને કહ્યું હતું કે તેને કોરોનાવાઈરસ નથી. જોકે, તેણે દાવો કર્યો હતો કે તેની આસપાસની એક પણ હોસ્પિટલે તેની સારવાર કરી નહોતી. ડોક્ટર્સ દર્દીઓથી ડરી રહ્યાં છે. તેમને ડર છે કે દર્દીઓ કોવિડ 19નું ઈન્ફેક્શન ના લગાવે.

ચાહકોનો આભાર માન્યો

સંભાવના સેઠે ચાહકોનો આભાર માન્યો હતો અને વીડિયોમાં કહ્યું હતું કે તેને કોવિડ 19ને લઈ કોઈ બીમારી નહોતી. તેની બીમારી અલગ હતી. આ મહામારીના સમયે હોસ્પિટલમાં તેમની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું તે અંગે જણાવવાની તેની જવાબદારી છે.

બ્લડ પ્રેશર ઘટી ગયું, પેનિક અટેક આવ્યો

સંભાવનાએ કહ્યું હતું કે તેને પેનિક અટેક આવ્યો હતો. તેને છેલ્લાં ઘણાં સમયથી બહુ જ કફ થઈ ગયો હતો. તેને કારણે બધા ડરી ગયા હતાં કે કફ એટલે કોવિડ 19. જોકે, તેના ક્લોઝ ફ્રેન્ડ્સને ખ્યાલ હતો કે તેને એલર્જિક કફ રહે છે. તે છેલ્લાં વીસેક દિવસથી હેવી ડોઝ લેતી હતી અને તેને સારું પણ થઈ ગયું હતું. જોકે, છેલ્લાં થોડાં દિવસથી તેને પેનિક અટેક આવતા હતાં. તેને ચક્કર બહુ આવતા અને માથું ભારે થઈ જતું. આ ઉપરાંત તેનું બ્લડ પ્રેશર ઘટી જતું હતું.

બીપી એકદમ ઘટી ગયું

તેને બીપી ચેક કરાવ્યું તો તેનું બીપી 60ની આસપાસ રહેતું હતું. તેનો ડાબો કાન બંધ થઈ ગયો હતો. જ્યારે તેને પેનિક અટેક આવ્યો ત્યારે તેને સતત ચક્કર આવ્યા હતાં. તેણે સવારના ચાર વાગે પતિ અવિનાશને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. તેમણે હોસ્પિટલમાં ફોન કર્યો પરંતુ તમામે ના પાડી હતી. તેમણે વિવિધ દવાઓ લેવાનું કહ્યું હતું. તે ઘરની આસપાસ આવેલી તમામ હોસ્પિટલના ચક્કર કાપીને થાકી ગઈ હતી. તેની તબિયત વધારે ગંભીર હતી.

કોકિલાબેનમાં ત્રણ મિનિટની સારવાર આપી

સવારના ચાર વાગે તેઓ ઘણી હોસ્પિટલ ગયા પરંતુ તેમણે દરવાજો ખોલવાની ના પાડી દીધી હતી. કેટલાંકે એન્ટ્રી આપવાની ના પાડી હતી. કેટલાંકે એમ કહ્યું હતું કે હોસ્પિટલ જ બંધ છે. ઈમરજન્સીમાં કોઈની પણ સાથે આમ થઈ શકે છે. બધી જ હોસ્પિટલે આમ નહોતું કર્યું. ત્યારબાદ તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં ગયા હતાં. અહીંયા ઈમર્જન્સી વોર્ડમાં ત્રણ મિનિટની અંદર જ તેને તપાસી લેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તેને કાનની તકલીફ છે, તેથી તેણે સવારે હોસ્પિટલ આવવું. તેઓ હાલમાં આની કોઈ દવા આપી શકે તેમ નથી.

ડોક્ટર્સે હોસ્પિટલ આવવાની ના પાડી

વધુમાં સંભાવનાએ કહ્યું હતું કે તેમના વિસ્તારની મોટાભાગની હોસ્પિટલે તેમને ના પાડી હતી. ડોક્ટર્સ પણ હાજર નહોતાં. કોકિલાબેન હોસ્પિટલમાં નર્સ તથા ડોક્ટર્સે તેને કહ્યું હતું કે અહીંયા રહેવું સલામત નથી. અવિનાશે કહ્યું હતું કે કોકિલાબેન હોસ્પિટલમાં તેમને કહેવામાં આવ્યું હતું કે અનેક લોકોને પેનિક અટેક આવે છે અને તમામને સલાહ આપવામાં આવે છે કે તેઓ સલામત રહે અને હોસ્પિટલમાં આવવાનું ટાળે. સંભાવનાએ કહ્યું હતું કે તેને એન્ટીબાયોટિક્સ તથા અન્ય દવા આપવામાં આવી હતી. હવે, તેને સારું છે.

બીમારીને લઈ વાત કહી

સંભાવનાએ કહ્યું હતું કે તે ભગવાનને એટલી જ પ્રાર્થના કરે છે કે આવા સમયે કોઈ બીમાર ના પડે. બહારની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. આ બધું જોઈને તમે વધુ બીમાર પડશો કે હોસ્પિટલ પણ હાલ તમારી મદદની સ્થિતિમાં નથી. જ્યારે તે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ જતી હતી ત્યારે તેને ઘણો જ ડર લાગતો હતો અને તેને લાગતું હતું કે તેને કંઈક થઈ જશે.

અવિનાશે પોસ્ટ શૅર કરી હતી
અવિનાશે સંભાવના સોશિયલ મીડિયા એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, રાત્રે સંભાવનાની તબિયત ખરાબ થતાં અમે હોસ્પિટલ ભાગ્યા હતાં. સવારે પાંચ વાગે પરત આવ્યા. હવે, ફરીથી હોસ્પિટલ જઈ રહ્યાં છીએ. આથી જ આજે કોઈ વ્લોગ આવશે નહીં. ઉલ્લેખનીય છે કે સંભાવનાએ ‘બિગ બોસ 2’ ઉપરાંત ‘ડાન્સિંગ ક્વીન’ તથા ‘દિલ જીતેંગી દેસી ગર્લ’ જેવા રિયાલિટી શોમાં કામ કર્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here