Saturday, September 18, 2021
Homeસમસ્યા : વિદ્યાર્થીઓમાં તણાવ, આંખોમાં સમસ્યા અને અનિદ્રાની સમસ્યા જોવા મળી
Array

સમસ્યા : વિદ્યાર્થીઓમાં તણાવ, આંખોમાં સમસ્યા અને અનિદ્રાની સમસ્યા જોવા મળી

કોરોનાકાળમાં ઓનલાઈન ક્લાસીસને કારણે વિદ્યાર્થીઓમાં કેટલીક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. મહામારીમાં લાંબા સમય ઓનલાઈન ક્લાસીસને કારણે ધોરણ 4થી 12 સુધીના વિદ્યાર્થીઓમાં તણાવ, આંખોમાં સમસ્યા અને અનિદ્રાની સમસ્યા જોવા મળી રહી છે. આ વાત લખનઉની સ્પ્રિંગ ડેલ કોલેજ ચેન ઓફ સ્કૂલે કરેલા સર્વેમાં સામે આવી છે.

સર્વેમાં 4454 લોકોને સામેલ કરાયા. તેમાંથી 3300 વિદ્યાર્થીઓ, 1 હજાર પેરેન્ટ્સ અને 154 શિક્ષકોને ઓનલાઈન ક્લાસિસના ફાયદા અને નુક્સાન વિશે પૂછવામાં આવ્યું.

સર્વેની 5 મોટી વાતો

  • સર્વેમાં 54થી 58% વિદ્યાર્થીઓએ કહ્યું કે, તેઓ આંખ સંબંધિત સમસ્યા, પીઠમાં દુખાવો, માથાનો દુખાવો, થાક અને મેદસ્વિતાથી પીડિત છે.
  • 50%એ કહ્યું કે, તેઓ તણાવથી પરેશાન છે. તો 22.7%નું કહેવું છે કે અનિદ્રાની સમસ્યાથી તેઓ પીડાય છે.
  • 65%નું કહેવું છે કે, મોબાઈલથી ઓનલાઈન ક્લાસીસ દરમિયાન ટેક્નિકલ અને નેટવર્ક પ્રોબ્લેમથી પીડિત છે.
  • 45-47% વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, તેમને શિક્ષક અને ક્લાસમેટ સાથે ઈન્ટરએક્શન કરવામાં સમસ્યા થતી હતી. તમામ લોકો એકસાથે જોઈ શકાતા નહોતા.
  • આટલું જ નહિ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમનો આત્મવિશ્વાસ ઓછો થયો છે અને મોટિવેશન નથી મળી રહ્યું.

નુક્સાન વચ્ચે ફાયદા પણ થયા
સર્વે પ્રમાણે, ઓનલાઈન ક્લાસીસના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષક બંને ટેક્નોલોજી પ્રત્યે સહજ બન્યા છે. 60% વિદ્યાર્થીઓનું માનવું છે કે તેઓ અભ્યાસ સાથે વધારાનો સમય પણ કાઢી શકે છે. આ સમયનો ઉપયોગ તેઓ ગાર્ડનિંગ, આર્ટ અને ક્રાફ્ટ માટે કરે છે. આ સિવાય ફેમિલી મેમ્બર્સ સાથે તેમનું બોન્ડિંગ પણ સારું થઈ રહ્યું છે.

દિવસમાં 4-5 વખત આંખ ધુઓ
બંસલ હોસ્પિટલના આઈ સ્પેશ્યાલિસ્ટ અને ગ્લુકોમા એક્સપર્ટ ડૉ. વિનીતા રામનાની કહે છે કે, બાળકો મોબાઈલ ફોનનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. તેની સીધી અસર આંખો પર થઈ રહી છે. તેથી કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • જો આંખોમાં ખેંચાણ, ખંજવાળ, થાક, લાલાશ, પાણી આવવું, ધૂંધળું દેખાય તો અલર્ટ થઈ જાઓ. આ ડિજિટલ આઈ સ્ટ્રેનના લક્ષણો છે. આવાં લક્ષણો ગેજેટના વધારે પડતાં ઉપયોગને કારણે થાય છે.
  • ડિજિટલ ગેજેટ્સમાંથી નીકળતા કિરણો આંખો પર પડવાથી આંખો ડ્રાય બને છે તેનાથી માંસપેશીઓમાં સ્ટ્રેન પહોંચે છે. તેવામાં ગેજેટ્સના ઉપયોગ દરેમિયાન આંખો પટપટાવી જોઈએ.
  • મોબાઈલની સ્ક્રીન નાની હોવાથી આંખો પર વધારે સ્ટ્રેન પહોંચે છે. તેમાંથી નીકળતા બ્લૂ રે આંખની નજદીક હોવાને કારણે ખરાબ અસર કરે છે.
  • ડ્રાય આંખોથી બચવા માટે બાળકોને ગેજેટ અને આંખ વચ્ચે યોગ્ય અંતર રાખવાનું કહો. દિવસમાં 4થી 5 વખત આંખને સાદા પાણીથી ધુઓ.
  • મોટા ભાગના બાળકો પેરેન્ટ્સના ડરથી રાતે લાઈટ બંધ કરી મોબાઈલ અથવા અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરે છે. અંધારામાં ગેજેટ્સનો ઉપયોગ કરવાથી આંખો પર ખરાબ અસર થાય છે.

પીઠ અને માથાનો દુખાવો, થાકથી બચવા માટે આ વાતોનું ધ્યાન રાખો
એક્સપર્ટ કહે છે કે, ઓનલાઈન ક્લાસીસ દરમિયાન બોડી પોશ્ચર યોગ્ય રહે તે જરૂરી છે. પોશ્ચર બગડતાં થાક લાગવાની શરૂઆત થાય છે. તેનાથી બચવા માટે એવી ખુરશીનો પ્રયોગ કરો જેમાં પીઠ સીધી રહે. ગેજેટ્સ બાજુ માથું અથવા પીઠ વધારે ન નમવા દો. ગેજેટ્સ આંખની વધારે ઉપર કે વધારે નીચે ન હોવું જોઈએ.

માથાનો દુખાવો અને થાકથી બચવા માટે ક્લાસીસમાં બ્રેક હોવા પર રૂમ અથવા બાલ્કનીમાં હરવા ફરવાથી ફાયદો રહે છે. તેનાથી આંખોના થાક અને માથાના દુખાવામાં રાહત મળે છે. દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીઓ. સારા બોડી પોશ્ચર માટે પેરેન્ટ્સ બાળકોનાં રૂટિનમાં યોગ સામેલ કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments