દુનિયાની સૌથી મોટી ટેક કંપની પર કાર્યવાહી : એપલ કંપનીને 840 કરોડ રૂપિયાનો દંડ : જૂના આઈફોન સ્લો કરવાનો લાગ્યો આરોપ

0
4

દુનિયાની સૌથી મોટી ટેક કંપની એપલને 11.3 કરોડ ડોલર (અંદાજે 840 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાયો છે. આરોપ છે કે વર્ષ 2016માં એપલે આઈફોન 6, 7 અને એસઈના મોડેલનું અપડેટ જારી કર્યુ હતું. જેનાથી જૂના આઈફોન સ્લો થઈ ગયા હતા.

અપડેટ જારી કરતા પહેલા કંપનીએ પોતાના ગ્રાહકોને આ અંગેની જાણકારી આપી નહોતી.

કેલિફોર્નિયાના એટર્ન જનરલ ઝેવિયર બસેરાએ કહ્યું હતું કે આ દંડ અમેરિકાના 33 રાજ્યો અને કોલંબિયા ડીસી તરફથી દાખલ અરજીના નિકાલ દરમિયાન લગાવાયો હતો. અહેવાલો અનુસાર, એપલ આ દંડ ચૂકવવા માટે તૈયાર થઈ છે પરંતુ તેણે ભૂલ હોવાનું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here