કાર્યવાહી : પોલીસના હાથે દારૂના જથ્થા સાથે રાજસ્થાનનું ટ્રેલર ઝડપાયું

0
0

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં છાસવારે બુટલેગરો લાખોના દારૂ સાથે પોલીસના હાથે ઝડપાતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના બજાણાના પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે માલવણ હાઇવે ચોકડી પાસેથી નીકળેલા રાજસ્થાન પાસીંગના ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કરી ચાલકને ઝબ્બે કર્યો હતો. બજાણા પોલીસે આ દરોડામાં વિદેશી દારૂની 1006 બોટલો, મોબાઇલ અને ટ્રેલર સાથે કુલ રૂપિયા 20 લાખ 88 હજાર 310ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝબ્બે કરી આ કેસના મુળ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસનો આજે બજાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસેથી રાજસ્થાન પાસીંગના ટ્રેલર (નં- RJ-27-GD-1406) નીકળતા એને આંતરતા ચાલક પુરઝડપે ટ્રેલર હંકારાતા બજાણા પોલીસે આ ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કરી આંતરી હતી.

બજાણા પોલીસે રાજસ્થાન પાસીંગના ટ્રેલરની સઘન તલાશી લેતા ટ્રેલરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- 1006, કિંમત રૂ. 85 હજાર 510, વીવો કંપનીનો મોબાઇલ કિંમત રૂ. ત્રણ હજાર અને ટ્રેલર કિંમત રૂ. 20 લાખ મળી કુલ રૂ. 20 લાખ 88 હજાર 310ના મુદામાલ સાથે રાજસ્થાન ઉદેપુરના ફત્તેહનગરના હાફીજ મોહંમદ અબ્દુલ કાદીર મુસલમાન ( ઉંમર વર્ષ- 35 )ની અટક કરી ફરીયાદી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, ભરતદાન, રાજેશભાઇ મીઠાપરા સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here