કાર્યવાહી : મોરબીમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી

0
0

મોરબીના વાંકાનેરના હીરાસર વિડી વિસ્તારમાં વિદેશી દારૂનું કન્ટેનર ભરી કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમે દરોડો પાડ્યો હતો અને બોલેરો ગાડીમાં દારૂ ઉતારી રહેલા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને રંગે હાથ ઝડપી લીધા હતા અને રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરોડાનું સ્થળ વાંકાનેર તાલુકામાં આવતું હોવાથી રાજકોટ પોલીસે મુદ્દામાલ અને આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હીરાસર વિડી નજીક વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાનું અને બોલેરો ગાડીમાં કટિંગ ચાલુ હોવાની બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા પ્રવીણ નાથાભાઇ ગાંગડીયા (રે.રૂપાપરા ગામ, તા.વાંકાનેર), સલીમ ઈકબાલભાઈ શેખ, વાંકાનેર અને ખિયારામ ગંગારામ બેનિવાલ (રહે.બાડમેર, રાજસ્થાન) વાળાને દારૂના વિશાળ જથ્થા સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર, બોલેરો ગાડી સહિતનો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોંપી આપ્યો હતો. જોકે, વાંકાનેરની હદમાં મોટાપ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના કટિંગ અંગે રાજકોટ પોલીસના દરોડાને પગલે તરેહતરેહની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.

આ દારૂ અંગેના દરોડામાં પોલીસે પ્રવિણ નાથાભાઇ ગાંગડીયા (ઉંમર વર્ષ- 35 રહે- રૂપાપરા ગામ), સલીમ ઇલબાલભાઇ શેખ (ઉંમર વર્ષ- 40 રહે-વાંકાનેર) અને ખીયારામ ગંગારામ બેનીવાલ (ઉંમર વર્ષ- 25 રહે- બાડમેર, રાજસ્થાન) વાળાને 425 પેટી દારૂ અને બે વાહનો મળી કુલ રૂ. 40 લાખનો મુદામાલ ઝબ્બે કરી આ કેસના મૂળ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here