Saturday, April 20, 2024
Homeગુજરાતસુરતમાં ડ્રગ્સના વ્યસનને અટકાવવા અને જાગૃતી લાવવા ચોપડા બનાવ્યા

સુરતમાં ડ્રગ્સના વ્યસનને અટકાવવા અને જાગૃતી લાવવા ચોપડા બનાવ્યા

- Advertisement -

સુરતમાં વધતા જતા યુવાનોના ડ્રગ્સના વ્યસનને અટકાવવા તથા વીડિયો કોલિંગથી થતા સાઇબર ફ્રોડ અટકાવવા પ્રયાસ કરાયો છે. સુરતમાં સુદામા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીના 96000 નંગ ફુલ સ્ક્રેપ ચોપડામાં લોક જાગૃતિની થીમ બનાવી જાગૃતતા લાવવાના પ્રયાસ કરાયો છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના વ્યસન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો કોલ કરી બ્લેકમેલિંગના અને બેન્કિંગ ફ્રોડના બનાવો બની રહ્યા છે. તેનો ભોગ 18થી 50 વર્ષના લોકો મોટી માત્રામાં બનતા હોય છે. તેને રોકવા માટે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ અને આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે.

ત્યારે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતી નોટબુક પર ડ્રગ્સ એવેરનેસ, સાયબર ક્રાઈમ અવેરનેસ, ફાયર સેફ્ટી અવેરનેસ, રોડ સેફટી અવેરનેસ, ગુજરાતના યાત્રાધામોની માહિતી દર્શાવતા ચિત્રોના કવર પેજ બનાવી 96000 નંગ નોટબુક બનાવી લોકોને જાગૃત કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નોટબુક સુદામા ગ્રુપના રોનકભાઈ ઘેલાણી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રવાસન મંત્રી મનુભાઈ બેરાને રૂબરૂ મુલાકાત લઇ લોક જાગૃતતાની બનાવેલ નોટબુકની માહિતી આપી હતી. જે જોઈને રાજ્યના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ દ્વારા સુદામા ગ્રુપના આ લોક જાગૃતતાના કાર્યને બિરદાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular