બોલિવૂડમાં કોરોના : ‘સૂર્યવંશી’ તથા ‘83’ના પ્રોડ્યૂસર શિબાશીષ સરકાર કોરોના પોઝિટિવ, કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ

0
0

મુંબઈ. મોરાની પરિવાર, કિરણ કુમાર, કનિકા કપૂર જેવા સેલિબ્રિટી કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે. હવે, ‘83’ તથા ‘સૂર્યવંશી’ના પ્રોડ્યૂસર તથા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ ગ્રૂપના CEO શિબાશીષ સરકારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

https://www.instagram.com/p/CA4TOV6HSft/?utm_source=ig_embed

શિબાશીષ શનિવારે દાખલ થયા

ન્યૂઝ એજન્સીના મતે, શિબાશીષને પહેલાં તાવ આવતો હતો. રિપોર્ટ કરાવવામાં આવ્યો તો કોરોના પોઝિટિવ આવ્યો. ત્યારબાદ શનિવાર (30 મે)ના રોજ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની હાલત સુધારા પર છે. ગુરુવાર (29 મે)એ તેમણે એક વેબીનાર પણ એટેન્ડ કર્યો હતો. વેબીનારમાં તેમણે ‘83’ તથા ‘સૂર્યવંશી’ની રિલીઝ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બંને ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં. લૉકડાઉન પૂરી રીતે હટાવી લેવામાં આવશે ત્યારે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

આ સેલેબ્સના ઘરમાં કોરોના

સેલેબ્સ ઉપરાંત બોની કપૂર તથા કરન જોહરના ઘરના સ્ટાફ મેમ્બર કોરોનાનો ભોગ બન્યા હતાં. ત્યારબાદ આ બંને ઘરને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ આ બંને પરિવારના સભ્યો તથા સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેઓ હાલમાં હોમ ક્વૉરન્ટીન છે. જોકે, આ બંને સેલેબ્સના પરિવાર તથા અન્ય સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here