વેબસાઇટ પર ચીન વિરોધી કન્ટેન્ટ અકટાવ્યું ? : ગુરૂગ્રામની કોર્ટે અલીબાબા અને તેના ફાઉન્ડર જેક માને નોટિસ મોકલી, UC વેબના પૂર્વ કર્મચારીનો આરોપ- ફેક ન્યૂઝનો વિરોધ કર્યો તો કાઢી મૂક્યો

0
0

નવી દિલ્હી. ચીનના અલીબાબા ગ્રુપની કંપની UC વેબના એક પૂર્વ કર્મચારીએ કંપની પર ખોટી રીકે નોકરીમાંથી કાઢવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. ગુરૂગ્રામની કોર્ટે અલીબાબા અને તેના ફાઉન્ડર જેક માને નોટિસ જાહેર કરી છે. રોયટર્સના એક રિપોર્ટ અનુસાર પૂર્વ કર્મચારીનો આરોપ છે કે સેન્સરશિપ અને ફેક ન્યૂઝનો વિરોધ કરવાના લીધે કંપનીએ નોકરીમાંથી કાઢ્યો હતો.

UC વેબ પર સરકારે તાજેતરમાં જ પ્રતિબંધ લગાવ્યો

લદ્દાખની ગલવાન ઘાટીમાં બોર્ડર વિવાદ બાદ ભારત સરકારે ચીનના 59 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમાં અલીબાબા ગ્રુપની UC ન્યૂઝ અને UC બ્રાઉઝર એપ પણ સામેલ છે. પ્રતિબંધ સિવાય ભારત સરકારે દરેક પ્રભાવિત કંપનીઓ પાસેથી વિદેશી સરકારો માટે અથવા તેમના ઇશારા પર કન્ટેન્ટને સેન્સર કરવા અંગે પણ જવાબ માંગ્યો છે. આ પ્રતિબંધ સામે ચીને વિરોધ કર્યો હતો.

ચીન વિરોધ કન્ટેન્ટને કંપની સેન્સર કરતી હતી

અલીબાબા ગ્રુપની કંપની UC વેબના પૂર્વ કર્મચારી પુષ્પેન્દ્રસિંહ પરમારે 20 જુલાઇએ કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે કંપની ચીન વિરોધી કન્ટેન્ટને સેન્સર કરવા માટે સંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કરતી હતી. તેના એપ UC બ્રાઉઝર અને UC ન્યૂઝ સામાજિક અને રાજકીય પરિસ્થિતિને પ્રભાવિત કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવે છે. આ મામલે ગુરૂગ્રામ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિવિલ જજ સોનિયા શિવખંડે અલીબાબા, તેના ફાઉન્ડર જેક મા અને 10થી વધુ લોકોને સમન જાહેર કરીને 29 જુલાઇ સુધી પોતે અથવા વકીલના માધ્યમથી હાજર રહેવા માટે કહ્યું છે. સમનમાં ન્યાયાધીશે કંપની અને તેના અધિકારીઓને 30 દિવસની અંદર લેખિતમાં જવાબ રજૂ કરવા માટે પણ કહ્યું છે.

UC વેબમાં એસોસિએટ ડાયરેક્ટરના હોદ્દા પર કામ કરી ચૂક્યા છે

પુષ્પેન્દ્રસિંહ પરમાર UCવેબની ગુરૂગ્રામ ઓફિસમાં ઓક્ટોબર 2017 સુધી એસોસિએટ ડાયરેક્ટરના પદ પર કામ કરી ચૂક્યા છે. પરમારે કંપની પાસેથી ક્ષતિપૂર્તિ માટે 2,68,000 ડોલરની રકમ માંગી છે. UC ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય માર્કેટ અને સ્થાનિક કર્મચારીઓના વેલફેર અંગે કંપનીની પ્રતિબદ્ધતા અતૂટ છે અને તેમના નિયમો સ્થાનિક નિયમો અનુસાર છે. જોકે કંપનીએ મામલે કોઇ ટિપ્પણી કરી નથી.

પ્રતિબંધ બાદ કમબેકના પ્રયાસો

ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યા બાદ UC વેબ લગાતાર કમબેકના પ્રયાસોમાં છે. પરંતુ લેટેસ્ટ આરોપ બાદ કંપનીને પરત આવવાના પ્રયાસોમાં આંચકો લાગી શકે છે. સેન્સર ટાવરના ડેટા અનુસાર બેન પહેલા આ બ્રાઉઝરના ભારતમાં 689 મિલિયન ડાઉનલોડ હતા. UC ન્યૂઝના 79.8 મિલિયન ડાઉનલોડ હતા.

કેસની ખાસ વાતો

  • પુષ્પેન્દ્રસિંહ પરમારે 200 પેજની અરજીમાં UC ન્યૂઝની અમુક પોસ્ટની ક્લિપ પણ સામેલ કરી છે. આ ક્લીપમાં દર્શાવાયેલા સમાચારોને પરમારે ફેક કહ્યા છે.
  • 2017ની એક પોસ્ટનું ટાઇટલ છે- ‘આજે મધ્યરાત્રિથી 2 હજાર રૂપિયાની નોટ બંધ થઇ જશે.’ 2018ની એક પોસ્ટની હેડલાઇનમાં કહ્યું છે કે – હમણાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે. કંપની ચીન વિરોધી કન્ટેન્ટને સેન્સર કરવા માટે “India-China border” અને “Sino-India war” જેવા કીવર્ડનો ઉપયોગ કરતી હતી.
  • પરમારે ચીન વિરોધી કન્ટેન્ટને સેન્સર કરવા માટે કંપની તરફથી ઉપયોગમાં લેવાતા સંવેદનશીલ શબ્દોની યાદી પણ રજૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here