લાળના ઉપયોગ પર પ્રતિબંધ : બુમરાહ પછી ભુવનેશ્વરે પણ કહ્યું- બોલ ચમકાવવા ICC બીજો વિકલ્પ લાવે, નહિ તો બોલર્સને મુશ્કેલી થશે

0
12

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધથી ખુશ નથી. તેણે કહ્યું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આનો વિકલ્પ જલ્દી લાવવો જોઈએ. બોલને સ્વિંગ કરાવવા માટે બોલરને બોલ ચમકાવવો પડે છે. આ પહેલા જસપ્રિત બુમરાહ પણ આ જ વાત કહી હતી.

તાજેતરમાં ICCએ કોરોનાવાયરસને કારણે મેચ દરમિયાન બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. દરેક ટીમને ઇનિંગ્સમાં બે વાર ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વખત પેનલ્ટી તરીકે બેટિંગ કરનારી ટીમના ખાતામાં 5 રન ઉમેરવામાં આવશે.

સ્પિનર્સને પણ જરૂર રહેશે: ભુવનેશ્વર
ભુવનેશ્વરે એક વેબિનારમાં કહ્યું, “હું આશા રાખું છું કે ICC બોલને ચમકાવવા માટે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ લાવશે. તમને તેની સૌથી વધુ જરૂર ઇંગ્લેન્ડ જેવી સ્વિંગ કન્ડિશનમાં બોલિંગ કરતી વખતે પડશે. સ્પિનર્સને પણ આની જરૂર રહેશે.

બેટ્સમેનને પૂરો લાભ મળશે: બુમરાહ
બુમરાહે કહ્યું, “બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધથી રમત સંપૂર્ણપણે બદલાઈ જશે. આનો સંપૂર્ણ લાભ બેટ્સમેનને મળશે. પહેલેથી જ, ગ્રાઉન્ડ નાનું થઈ રહ્યું છે અને વિકેટ ફ્લેટ છે. આવી સ્થિતિમાં, બોલર્સને લાળની જગ્યાએ બોલ ચમકાવવા અન્ય કોઈ વિકલ્પ મળવો જોઈએ જેથી સ્વિંગ અથવા રિવર્સ સ્વિંગ મળી શકે છે.

ભુવનેશ્વરે કહ્યું- IPL થવી  જોઇએ
આ ઝડપી બોલરે કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આ વર્ષે થવી જ જોઇએ. આ લીગ ક્રિકેટ અને નાણાંકીય બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ” આ વર્ષે કોરોનાને કારણે IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 29 માર્ચથી યોજાવાની હતી. BCCI T-20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવશે કે કેમ તેના પર ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. જો વર્લ્ડ કપ ન થાય તો IPL ઓક્ટોબર-નવેમ્બરમાં થઈ શકે છે.

મુકાબલો બરાબરીનો થવો જોઈએ: ઇશાંત
ભારતના સીનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા અને સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પણ બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પરના પ્રતિબંધને ખોટો કહ્યો છે. જો આપણે રેડ બોલને ચમકાવીશું નહિ તો તે સ્વિંગ નહિ થાય. જો સ્વિંગ નહિ થાય તો બેટ્સમેન માટે બેટિંગ કરવી સરળ થઈ જશે. મારુ માનવું છે કે, મેચ બરાબરીની થવી જોઈએ, સંપૂર્ણ મેચ બેટ્સમેનોની તરફેણમાં નહીં. ”

બોલ ડ્રિફ્ટ  થાય તો બેટિંગ સરળ થશે: ચહલ
સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું કહેવું છે કે, બોલને ચમકાવવાથી ફાસ્ટ બોલર્સને સ્વિંગ અને સ્પિનર્સને ડ્રિફ્ટ કરાવવામાં મદદ મળે છે. એક સ્પિનર તરીકે મેચ દરમિયાન બોલને ડ્રિફ્ટ નહિ કરાવું, તો બેટિંગ સરળ થઈ જશે.