Saturday, September 18, 2021
Homeપ્રોજેક્ટ-K : પ્રભાસે નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું
Array

પ્રોજેક્ટ-K : પ્રભાસે નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું

સુપરસ્ટાર પ્રભાસે નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસની સાથે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ શરુ કર્યા પહેલાં હૈદરાબાદની રામોજી ફિલ્મ ફેસ્ટિવલ સિટીમાં મુહૂર્ત પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાસે સોશિયલ મીડિયા પર આ પૂજાની ઝલક શેર કરી છે.

પ્રભાસે ગુરુ પૂર્ણિમાના દિવસે સોશિયલ મીડિયા પર શૂટિંગ શરુ થયાની જાણકારી આપી. એક્ટરે કેપ્શનમાં લખ્યું, ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસે ઇન્ડિયન સિનેમાના ગુરુ માટે ક્લેપ કરવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. શૂટિંગ શરુ થઈ ગયું છે, પ્રોજેક્ટ-K. અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, નાગ અશ્વિન, વૈજયંતી મૂવીઝ.

પ્રભાસની પોસ્ટ
પ્રભાસની પોસ્ટ

બિગ બીએ પણ મુહૂર્તનો ફોટો શેર કર્યો
અમિતાભ બચ્ચને મુહૂર્ત પછી પોતાના ભાગનું શૂટિંગ શરુ કરી દીધું છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી લખ્યું, પ્રોજેક્ટ-Kના મુહૂર્ત માટે. આવી વ્યક્તિની પાછળ ક્લેપ દરમિયાન ઊભા રહેવું એ મારા માટે એક સૌભાગ્યની વાત છે. તેમણે આખા દેશને બાહુબલી ફિલ્મ દ્વારા સિનેમેટિક મેજિકલ વેવ આપ્યા છે. પ્રભાસ.

અમિતાભ બચ્ચનની પોસ્ટ
અમિતાભ બચ્ચનની પોસ્ટ

ઉલ્લેખનીય છે કે, નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મમાં પ્રથમવાર પ્રભાસ અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. ડિરેક્ટરે દીપિકાના રોલ વિશે કહ્યું, હું ખૂબ એક્સાઈટેડ છું કારણકે જે કેરેક્ટર દીપિકા ભજવશે તે રોલ આજ સુધી કોઈએ પ્લે કર્યો નથી. પ્રભાસ અને દીપિકાનું પેરિંગ અને બંનેની સ્ટોરી આ ફિલ્મનો હાઈલાઈટ પોઈન્ટ હશે.

21 કરોડ રૂપિયા ચાર્જ લેશે​​​​​​​
અમિતાભ બચ્ચન નાગ અશ્વિનની આ ફિલ્મ માટે તગડી ફી લઇ રહ્યા છે. તેઓ 21 કરોડ રૂપિયાનો ચાર્જ લેશે. જો કે, આ વાતની હજુ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. પરંતુ તેની ચારેકોર ચર્ચાઓ થઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments