Friday, September 17, 2021
Homeપ્રોજેક્ટ : સમોઆની પહેલી મહિલા પીએમ ચીનના પ્રોજેક્ટ અટકાવશે
Array

પ્રોજેક્ટ : સમોઆની પહેલી મહિલા પીએમ ચીનના પ્રોજેક્ટ અટકાવશે

ચીન દુનિયાના નાના અને ગરીબ દેશોને દેવાની જાળમાં ફસાવીને પોતાના પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. પરંતુ હવે એક નાનકડો દેશ સમોઆ ચીનના પ્રોજેક્ટ્સ નકારવાની તૈયારીમાં છે. સમોઆ પાસે આ આત્મવિશ્વાસ તેના પહેલા મહિલા વડાંપ્રધાન નાઓમી નટાફાના કારણે આવ્યો છે.

‘નિક્કઈ એશિયા’ ન્યૂઝ લેટરે પોતાના રિપોર્ટમાં નાઓમી સરકારની ચીનને લઈને પોતાની નીતિની માહિતી આપી છે. નાઓમી બે મહિના પહેલાં સમોઆનાં વડાંપ્રધાન બન્યાં છે. તેઓ ચીનની દેવાનીતિને લઈને ગંભીર છે. તેમની સરકાર સમોઆમાં ચીનના ફન્ડિંગથી ચાલતા માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી રહી છે. નાઓમી મટાફાનું કહેવું છે કે, જો આ પ્રોજેક્ટ્સ આર્થિક નીતિમાં ખરા નહીં ઉતર્યા તો તેને રદ કરાશે.

આ પ્રોજેક્ટ્સના કારણે સમોઆનું દેવું વધી ગયું છે. ખાસ કરીને સમોઆમાં ચીનના પૈસાથી ચાલતા બંદર પ્રોજેક્ટને લઈને તેઓ ચિંતિત છે. તેનો ખર્ચ રૂ. 743 કરોડ છે. સરકાર આ યોજના અટકાવવા ઈચ્છે છે. સમોઆ ઓશિયાન દ્વીપ સમૂહનો દેશ છે. માંડ 2,842 ચોરસ કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતા આ દેશની વસતી ફક્ત 2,02,600 છે. ભારતમાં આટલું ક્ષેત્રફળ ધરાવતા તો કેટલાક જિલ્લા છે.

આ નાનકડા દેશમાં વડાંપ્રધાન નાઓમી મોટી રાજકીય તાકાત તરીકે જોવાઈ રહ્યાં છે. તેમણે 2021ની સંસદીય ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી હતી, પરંતુ 23 વર્ષથી સત્તામાં રહેલા પૂર્વ વડાપ્રધાન તુઈલાએપા માલિલેગાઓઈ ચૂંટણી હાર્યા છતાં સત્તા છોડવા તૈયાર ન હતા. તેનાથી દેશમાં રાજકીય સંકટ સર્જાયું હતું. નાઓમીએ તુઈલાએપાને કોર્ટમાં પડકાર્યા હતા. કોર્ટે નાઓમીના પક્ષમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે, નાઓમી મટાફા ચૂંટણી પરિણામો આવ્યાં પછી તુરંત દેશના વડાંપ્રધાન ગણાશે.

1959માં ન્યૂઝીલેન્ડથી આઝાદ થયું હતું સમોઆ, 23 વર્ષ પછી નવા પીએમ
સમોઆમાં 23 વર્ષ પછી નવા વડાપ્રધાન આવ્યા છે. આ પહેલાં 1998થી મે 2021 સુધી તુલાએપા માલિલેગાઓઈ સમોઆના વડાપ્રધાન હતા. સમોઆ 1959માં ન્યૂઝીલેન્ડથી આઝાદ થયું હતું. ત્યારથી અત્યાર સુધી અનેક વડાપ્રધાનો બન્યા, પરંતુ તેમાં એક પણ મહિલા ન હતી. નાઓમી ફાસ્ટ પાર્ટીના નેતા છે. તેઓ દેશમાં કેબિનેટ મંત્રી અને નાયબ વડાંપ્રધાન બનનારાં પણ પહેલાં મહિલા છે. નોંધનીય છે કે 15 ડિસેમ્બર 1976ના રોજ યુએનએ આ નાનકડા દેશને યુએન સભ્ય બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments