Thursday, August 5, 2021
No menu items!
Homeગળામાં લાંબા સમય સુધી રહેતો સોજો છે હાનિકારક, જાણો તેને મટાડવાનાં ઘરેલૂ...
Array

ગળામાં લાંબા સમય સુધી રહેતો સોજો છે હાનિકારક, જાણો તેને મટાડવાનાં ઘરેલૂ ઉપાયો

ગળામાં બળતરા થવી સામાન્ય બાબત છે. તે સામાન્ય રીતે ચાર-પાંચ દિવસમાં ઠીક થઈ જાય છે. જો તેમ ન થાય તો બને તેટલુ જલદી ડોક્ટરને બતાવવુ હિતાવહ રહેશે. મોટાભાગે ગળામાં બળતરા થવાનું કારણ વાઈરસ કે બેક્ટેરિયા પણ હોઈ શકે છે. તેને ઘરેલૂ ઉપચારથી ઠીક કરી શકાય છે.

ચા સાથે મધ લેવું

જો તમે ચા પીવાના શોખીન હોય તો તેમાં મધ ભેળવીને ચા પીવી. સંશોધકોનું કહેવુ છે કે મધથી શરદી-ખાંસીને નિવારનો ઉત્તમ ઉપાય છે. આથી ચાને ગળી બનાવવા માટે ખાંડની જગ્યાએ મધ ઉમેરવું. ચાના એક અન્ય વિકલ્પ તરીકે ગ્રીન ટીનુ સેવન પણ કરી શકાય છે. તેમાં એન્ટિબેક્ટિરીયલ અને દર્દ નિવારક તત્વો પણ હોય છે.

હાઈડ્રેટેડ રહેવુ

ગળાની કોઈપણ તકલીફ હોય ત્યારે હાઈડ્રેટેડ રહેવું અતિ આવશ્યક છે. તેના માટે ગરમ ચા કે સૂપ પીવુ જોઈએ. તેમજ પાણી ખુબ પીવુ. બધી વસ્તુઓ ગળાને ચીકણુ રાખવામાં મદદ કરશે. આ સમયે આલ્કોહોલથી દૂર રહેવું. તે તમારા ગળાને સૂકવી નાખે છે.

મીઠાવાળા પાણીથી કોગળા કરવા

ગરમ પાણીમાં મીઠુ નાખી તેના કોગળા કરવાથી ગળામાં રાહત થશે. મીઠું ગળાના સોજાયેલા ભાગને ઠીક કરવામાં મદદરૂપ થાય છે. તેના માટે પાણીમાં અડધી ચમચી મીઠુ નાખવું. મીઠુ પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments