પ્રમોટ : શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યને સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને સો.મીડિયામાં પ્રમોટ કરી

0
0

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈના રોજ સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. સુશાંતની આ છેલ્લી ફિલ્મ હોવાથી બોલિવૂડના કેટલાંક સ્ટાર્સે આ ફિલ્મને સોશિયલ મીડિયામાં પ્રમોટ કરી હતી.

રાજકુમાર રાવે પોસ્ટર શૅર કર્યું

‘કાઈ પો છે’માં સુશાંતના કો-સ્ટાર રાજકુમાર રાવે ‘દિલ બેચારા’નું પોસ્ટર હાર્ટ ઈમોજી સાથે શૅર કર્યું હતું.

https://www.instagram.com/p/CB25XMQJkPW/?utm_source=ig_embed

‘સોનચિરિયા’માં સુશાંતની કો-સ્ટાર રહેલી ભૂમિ પેડનેકરે પણ ‘દિલ બેચારા’નું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હતું. ભૂમિએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટમાં કવિતા શૅર કરી હતી. ભૂમિએ કહ્યું હતું કે સુશાંતે તેને અવકાશ, વિજ્ઞાન તથા ફિલોસોફીમાં રસ લેતી કરી હતી.

https://www.instagram.com/p/CB3cuxSJfuK/?utm_source=ig_embed

‘છિછોરે’માં સુશાંત સાથે કામ કરનાર શ્રદ્ધા કપૂરે પણ ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું હતું. કાર્તિક આર્યને પણ ‘દિલ બેચારા’નું પોસ્ટર શૅર કર્યું હતું.

https://www.instagram.com/p/CB2_CYNpGUT/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CB3Cm4rJ6PP/?utm_source=ig_embed

‘દિલ બેચારા’ વર્ષ 2014ની હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મ જ્હોન ગ્રીનની જાણીતી નોવેલ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ પર આધારિત છે. ‘દિલ બેચારા’માં સુશાંત ઉપરાંત સંજના સાંઘી તથા સૈફ અલી ખાન જોવા મળશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here