Friday, September 17, 2021
Homeકાર્યવાહી : પરમબીર સિંહ સામે રાજ્ય ભ્રષ્ટાચારવિરોધી બ્યુરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર...
Array

કાર્યવાહી : પરમબીર સિંહ સામે રાજ્ય ભ્રષ્ટાચારવિરોધી બ્યુરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી

ડેવલપર શ્યામ સુંદર અગ્રવાલ પાસેથી 20 કરોડ રુપિયાની લાંચ માગવા મુદ્દે પરમબીર સિંહની વિરુદ્ધમાં મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. એ કેસમાં પરમબીર સિંહ સામે રાજ્ય ભ્રષ્ટાચારવિરોધી બ્યુરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ તેમના સામે ચાલી રહેલા લાંચના કેસમાં તપાસનું પરિણામ છે. પરમબીર સિંહ હવે દેશના કોઇપણ એરપોર્ટ પરથી દેશ છોડી જઈ નહીં શકે.

બીજી લુકઆઉટ નોટિસ એસીબીની પ્રારંભિક તપાસ પર આધારિત છે, જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર અનુપ ડાંગેએ આરોપ લગાવ્યો હતો કે તેને પરમબીર સિંહના કહેવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ડાંગે પબ વિવાદમાં સામેલ કેટલાક લોકોની તરફેણમાં નિવેદન આપવા બાબતે નિષ્ફળ રહ્યા હતા, તેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પરમબીર ડાંગે દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાંથી પડતો મૂકવા માગતા પરમબીર સિંહના મિત્ર જિતુ નવલાની સામે પણ એસીબીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. ડાંગેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પરમબીર સિંહે બાદમાં ડાંગેનું સસ્પેન્શન રદ કરવા માટે 2 કરોડ રૂપિયાની માગ કરી હતી. પબ વિવાદ કેસમાં નવલાની અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

એનસીપીના એક કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે મુંબઇ પોલીસ અને એસીબીએ પરમબીર સિંહ વિરુદ્ધ બે અલગ-અલગ એલઓસી જાહેર કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ એક તપાસ એજન્સી દ્વારા કરવામાં આવતી એક નિયમિત પ્રક્રિયા છે. જો તેમને શંકા હોય કે આરોપી ભાગી જવાના તથા દેશ છોડવાની સંભાવના છે તો તેઓ આ પ્રકારની એલઓસી જાહેર કરે છે.

પરમસિંહ આ વર્ષે માર્ચમાં ડીજી પદ પર ટ્રાન્સફર થયા પછી હાલ રજાઓ પર છે, સિંહે કહ્યું હતું કે તેમની સર્જરી થવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments